મુંબઈ :  કોરોના વાયરસ (Coronavirus)ના વધી રહેલા વ્યાપને પગલે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં લોકો ટીવી અને ઇન્ટરનેટના સહારે સમય પસાર કરી રહ્યા છે ત્યારે લોકોના મનોરંજન માટે મોટો નિર્ણય લેવાયો છે. મળતી માહિતી પ્રમાણે 90ના દાયકાના બે સૌથી મોટા ટીવી શો રામાયણ (Ramayana) અને મહાભારત (Mahabharat) દર્શકો માટે ફરીથી આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર લોકો દ્વારા રામાયણ અને મહાભારતને ફરીથી ટીવી પર પ્રસારિત કરવાની માંગ કરવામાં આવી રહી હતી. ગત બુધવારે પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે કહ્યું કે, લોકોની માંગને જોતાં ડીડી નેશનલ પર આ ધારાવાહિકોના પ્રસારણ માટે તેના રાઇટ હોલ્ડરો સાથે વાત કરવામાં આવી રહી છે. આમ, જો શો ફરીથી રિલીઝ થાય છે તો લોકોને તે જૂના દિવસો ચોક્કસ યાદ આવી જશે.


પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે હાલમાં જ એક ટ્વિટ પણ કર્યું છે જેમાં તેઓએ જણાવ્યું કે દૂરદર્શન પર રામાયણ અને મહાભારત પ્રસારિત કરવા માટે અધિકાર ધારકો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર લોકો ચાણક્ય, વિક્રમ વેતાળ અને શક્તિમાન જેવા ધારાવાહિકને ફરીથી ટેલિકાસ્ટ કરવાની માંગ પણ કરવા લાગ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube