નવી દિલ્હીઃ 90s Popular Actors: 90 દાયકાના પોપ્યુલર ટીવી શોની વાત હોય તો રામાયણનું નામ આવે છે. આ શોની ચર્ચા હજુ પણ થાય છે અને તેના પાત્રોને પણ લોકો યાદ કરે છે. રામાયણના બે મહત્વપૂર્ણ પાત્ર રહેલા લવ-કુશ (Luv-Kush)અને રામાનંદ સાગરની રામાયણમાં આ પાત્ર ભજવ્યું હતું સ્વપ્નિલ જોશી (કુશ) અને મયૂરેશ ક્ષેત્રમાડે (લવ) એ. પરંતુ તે વાતને 35 વર્ષ થઈ ગયા છે. આ 35 વર્ષમાં બંનેનો લુક બદલાય ગયો છે. એટલું જ નહીં જ્યાં સ્વપ્નિલ જોશી આજે પણ એક્ટિંગ ફીલ્ડમાં સક્રિય છે તો મયૂરેશ ક્ષેત્રમાડે એક્ટિંગની દુનિયા છોડી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વપ્નિલ જોશીએ પસંદ કર્યો એક્ટિંગનો માર્ગ
રામાનંદ સાગરની રામાયણમાં કુશ બનેલા સ્વપ્નિલે મોટા થઈને પણ એક્ટિંગમાં કરિયર બનાવ્યું. રામાયણ બાદ તે શ્રી કૃષ્ણા શોમાં કૃષ્ણ બન્યો અને આ પાત્રને પણ લોકોનો પ્રેમ મળ્યો હતો. સમયની સાથે સ્વપ્નિલનો લુક ખુબ બદલી ગયો છે પરંતુ તેને આજે પણ લોકો પસંદ કરે છે. ખાસ વાત છે કે સ્વપ્નિલે માત્ર ટીવી નહીં પરંતુ મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. થોડા સમય પહેલા તે કોમેડી સર્કસમાં કોમેડી કરતો જોવા મળ્યો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube