નવી દિલ્લીઃ બોલીવુડ એક્ટર રણબીર કપૂર આજે આજે 28 સપ્ટેમ્બરે પોતાનો 40મો જન્મદિવસ મનાવી રહ્યા છે.આ જન્મદિવસ તેમના માટે વધારે ખાસ છે કેમ કે, તેઓ બહુ જલદી પિતા બનવાના છે. હાલમાં જ તેમણે આલિયા ભટ્ટા સાથે લગ્ન કર્યા છે. તે સાથે જ હાલમાં આવેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સારી એવી કમાણી કરી છે. રણબીર કપૂરનો જન્મ 28 સપ્ટેમ્બર 1982માં ઋષિ કપૂર અને નીતૂ કપૂરના ઘરે થયો હતો. રણબીરનું આખું નામ રણબીર રાજ કપૂર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમના દાદાજી તરફથી તેમને આ નામ મળ્યું હતું. એક્ટરે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ સાંવરિયા સાથે કરી હતી પરંતુ તેમની પહેલી ફિલ્મ ફ્લોપ રહી હતી. રણબીર કપૂર પોતાના અભિનયથી લોકોનું દિલ જીતે જ છે પણ સાથે પોતાની ગર્લફ્રેન્ડ્સના કારણે પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. અને આ જ ચક્કરમાં એકવાર તેમની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકાએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યો હતો. જેની જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા.


મશહૂર શો કોફી વિથ કરનમાં એકવાર સોનમ કપૂર અને દીપિકા પાદુકોણ એકસાથે આવ્યા હતા. સોનમને લઈને એવું કહેવાય છે કે, સાંવરિયા ફિલ્મના સમય રણબીર સાથે તેમનું અફેયર ચાલતું હતું. જો કે, દીપિકાની સાથે અફેયરની વાતને તો તેમને સાર્વજનિક રીતે સ્વીકારી હતી. ત્યારે કોફી વિથ ધ કરનમાં જ્યારે દીપિકાને પુછવામાં આવ્યું કે, તેઓ રણબીર કપૂરને શું ગિફ્ટ આપવા માગશે તો તેમને તરત જવાબ આપ્યો હતો કે, કોંડમનું પેકેટ. પછી તેના પર સફાઈ આપતા કહ્યું કે, તેમને એટલા માટે રણબીરને કોંડમનું પેકેટ આપવા માગે છે કારણ કે, તેઓ કોંડમનો ઉપયોગ બહુ જ કરે છે.  પછી તેમને રણબીરને એક સલાહ આપવા માટે કહેવામાં આવ્યું તો તેમને રણબીરને કોંડમના બ્રાંડની એડ કરવાની સલાહ આપી. 


એવું માનવામાં આવે છે કે, રણબીર કપૂરની સાથે બ્રેકએપ થયા બાદ ડિપ્રેશનમાં જતી રહી હતી. જેના થોડા સમય પછી રણબીર કરીના કપૂર ખાન સાથે કરણ જૌહરના શૌ કોફી વિથ કરણમાં પહોંચ્યો હતો. શોમાં રોપિડ ફાયર રાઉંડ દરમિયાન રણબીરે દીપિકા પાદુકોણને સૌથી મતલબી છોકરી ગણાવી હતી.