Ranbir Kapoor Ties Knot With Alia Bhatt: બોલીવુડ સ્ટાર રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. કપલ સાત ફેરા લેતા સાત જન્મો માટે એકબીજાના થઇ ગયા છે. આલિયા અને રણબીરના લગ્ન તમામ રિવાઝ 'વાસ્તુ' માં સંપન્ન થઇ ચૂક્યા છે. હવે આતુરતા છે તો ફક્ત આ કપલના લગ્નની તસવીરોની. દરેક જણ આલિયાને મિસિસ કપૂર બનેલા જોવા માટે માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિદ્ધિમા-નીતૂનો લુક
આલિયા અને રણબીરના લગ્નમાં કપૂરને ભટ્ટ પરિવારે ભાગ લીધો હતો. રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર અને માતા નીતૂ કપૂરના લુકની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. નીતૂ કપૂરના લુકની વાત કરીએ તો તેમણે મલ્ટી કલરનો લેંઘો પહેર્યો છે તો બીજી તરફ રિદ્ધિમાએ ગોલ્ડન કલરના આઉટફિટ કૈરી કર્યા છે. માતા-પુત્રીની જોડી સાથે એકદમ સુંદર લાગી રહી છે. 



સૈફ-કરીનાનો નવાબી અંદાજ
રણબીર કપૂરના કઝિન કરીના કપૂર ખાન આ લગ્નમાં પતિ સૈફ અલી ખાન સાથે ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન સૈફ-કરીનાનો રોયલ અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ લગ્ન માટે સૈફ-કરીના ટ્રિનિંગ કરતા જોવા મળ્યા હતા. 

7th Pay Commission: કેન્દ્રીયકર્મીઓ માટે ખુશખબરી, DA પર નાણામંત્રાલયની મોટી જાહેરાત



લગ્નનો રિવાજ
તમને જણાવી દઇએ કે આલિયા અને રણબીરના લગ્નની વિધિ 13 એપ્રિલના રોજ શરૂ થઇ હતી. મેહેંદી ફંક્શનમાં સેલેબ્સ પહોંચવાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ છે. આલિયા અને રણબીરના લગ્નની તારીખ ગત રાત્રે જ તેમની માતા નીતૂ કપૂરે કંફોર્મ કરી હતી. ફોટોગ્રાફર્સ સાથે વાતચીતમાં તેમણે આલિયાની પ્રશંસા કરી હતી અને લગ્નની તારીખ કન્ફોર્મ કરી હતી. 


સિક્યોરિટીની વ્યવસ્થા
રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ના લગ્નમાં સિક્યોરિટીની વ્યવસ્થા મોટાપાયે કરવામાં આવી હતી. ગેસ્ટ સાથે-સાથે સિક્યોરિટી ગાર્ડ્સ માટે પણ અલગ બેંડ્સની તૈયારી કરવામાં આવી. જોકે તમામ લોકો આ લગ્નના ફોટા અને વીડિયોની રાહ જોઇ રહ્યા છે. 


પ્રાઇવેસીને આપ્યું મેંટેન
લગ્નના વેન્યૂથી માંડીને રિવાજોની તારીખ સુધી બધુ જ ગુપ્ત રાખવામાં આવ્યું હતું. આવનાર દરેક મહેમાનને પણ પ્રાઇવેસીને મેંટેન કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. ઘર પરિવારના સભ્યો ઉપરાંત કેટલાક સિલેક્ટેડ ગેસ્ટની યાદી રહી જે કાર્યક્રમોમાં સામેલ થયા પરંતુ તેમના પર પણ પાબંધી લગાવવામાં આવી. આવનાર મહેમાનોના ફોન કેમેરા બંધ કરી દેવામાં આવ્યા હતા. વેડિંગ ફંક્શનમાં મહેમાનોના કેમેરા પર સ્ટીકર લગાવવામાં આવ્યા જેથી અંદર તે કોઇપણ પ્રકારના ફોટોગ્રાફ્સ અને વીડિયો શૂટ કરી ન શકે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube