નવી દિલ્હીઃ સેલિબ્રિટી કપલ આલિયા ભટ્ટ અને રણવીર કપૂર આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. ફિલ્મફેયર બાદ હવે આલિયા અને રણબીર ઝી સિને એવોર્ડને કારણે ચર્ચામાં છે. 31 માર્ચે પ્રસારિત થવા જઈ રહેલા આ એવોર્ડ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણબીર અને આલિયા 'ઇશ્ક વાળા લવ સોન્ગ' પર રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી સિને એવોર્ડના સ્ટેજ પર હોસ્ટ કાર્તિક આર્યન અને વિક્કી કૌશલ લવ બર્ડ્સ આલિયા અને રણબીરને કહે છે કે, તમે અમને જણાવો કે, ઇશ્ક વાળો લવ કેમ થાય છે. ત્યારબાદ આલિયા અને રણબીર આ ગીત પર શાનદાર ડાન્સ કરે છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. 



મહત્વનું છે કે, હાલમાં યોજાયેલા 64માં ફિલ્મફેયર એવોર્ડમાં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીત્યા બાદ આલિયા ભટ્ટે રણબીર કપૂરને સ્ટેજથી જાહેરમાં આઈ લવ યૂ કહીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આલિયા અને રણબીરનો આ વીડિયો પણ ફેન્સને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરી રહ્યાં છે. એવોર્ડ શોમાં આલિયાએ રણબીરને પોતાના માટે ખાસ ગણાવ્યો હતો. 



આલિયા અને રણવીરના આ સંબંધને તેના પરિવારની મંજૂરી પણ મળી ચુકી છે. ફિલ્મફેરનો ફોટો શેર કરતા રણબીર કપૂરની માતા નીતૂ સિંહે પણ ઇંસ્ટાગ્રામ પર લખ્યું કે, આવી ક્ષણ તમારો બધા તણાવ  ભૂલાવી દે છે. શુભકામનાઓ, ગર્વ અને ખુશી. મહત્વનું છે કે, રણબીર અને આલિયા આ દિવસોમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે.