મુંબઇ: બોલિવૂડ (Bollywood) નો હાર્ટથ્રોબ રણબીર કપૂર (Ranbir Kapoor) હાલ પોતાની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra)નું શૂટિંગ કરતો જોવા મળ્યો. આ દરમિયાન તેની કથિત ગર્લફ્રેન્ડ અને ફિલ્મની હિરોઈન આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ તેની સાથે હતી. મીડિયા સામે આવેલી તાજી જાણકારી મુજબ રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શુટિંગ કરી રહ્યાં હતાં. તે સમયનો એક વીડિયો ઈન્ટરનેટ પર લીક થયો છે. આ વીડિયોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે નાચતા જોવા મળે છે. ચારેબાજુ બેકગ્રાઉન્ડ ડાન્સરો છે. કહેવાય છે કે ફિલ્મના શુટિંગ માટે તેઓ બનારસ ગયા હતાં જ્યાંનો આ વીડિયો છે. 


ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra)માં રણબીર કપૂર એક સુપરહીરો તરીકે જોવા મળશે. જેની પાસે આગ સંલગ્ન કેટલીક ખાસ શક્તિઓ છે. ફિલ્મમાં બરફી બોયની સાથે અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન અને મૌની રોય જેવા કલાકારો છે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરણ જૌહરના બેનર હેઠળ બની રહી છે. જેને 3 ભાગોમાં રિલીઝ કરાશે. પહેલીવાર બોલિવીડ આટલી મોટી સુપરહીરો ફિલ્મને બનાવી રહ્યું છે. જેને 3 ભાગમાં રિલીઝ  કરવાની જાહેરાત થઈ છે. આ અગાઉ ઋતિક રોશનની ક્રિશ સિરીઝને દર્શકોએ પસંદ કરી હતી. પરંતુ તેને રાકેશ રોશને અલગ અલગ ભાગોમાં સમય લઈને બનાવેલી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube