નવી દિલ્હી: બધાની નજર હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન પર ટકેલી છે. રણબીર અને આલિયા જલદી જ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. આ પહેલાં તેમના લગ્નને લઇને પળેપળની જાણકારી સતત સામે આવી રહી છે. હવે રણબીર અને આલિયાના રિસેપ્શનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડીયા રિપોર્ટ્સ અનુસાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના આ મહિનાની 14 તારીખે લગ્ન થવા જઇ રહ્યા છે. સમાચાર છે કે લગ્ન બાદ ગ્રાંડ રિસેપ્શન પાર્ટી પણ રાખવામાં આવશે અને આ રિસેપ્શન પાર્ટીની તારીખ 17 એપ્રિલ બતાવવામાં આવી રહી છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે રણબીર અને આલિયાનું આ ગ્રાંડ રિસેપ્શન મુંબઇના ફાઇવ સ્ટાર હોટલ તાજ મહેલ પેલેસમાં રાખવામાં આવશે. 

લગ્ન પહેલાં એકબીજાની બાહોમાં જોવા મળ્યા આલિયા-રણબીર! સામે આવી કપલની ખાસ તસવીર


આ સ્ટાર લગ્નમાં થશે સામેલ
રિપોર્ટ અનુસાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં ઘણા સ્ટાર ભાગ લઇ શકે છે, જેમાં કરણ જોહર, શાહરૂખ ખાન, સંજય લીલા ભણસાલી, આકાંક્ષા રંજન, અનુષ્કા રંજન, રોહિત ધવન, વરૂણ ધવન, જોયા અખ્તર સહિત ઘણા સેલેબ્સ સામેલ છે. તો બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે આલિયાએ નક્કી કર્યું છે કે તે લગ્ન પછી હનિમૂન મઍટે સાઉથ આફ્રીકા જશે.  


ઘણા દિગ્ગજ લેશે ભાગ
રણબીર અને આલિયાના આ ગ્રાંડ રિસેપ્શન પાર્ટીમાં બોલીવુડના જાણિતા સેલિબ્રિટી ઉપરાંત ઘણા દિગ્ગજ સ્ટાર્સ પહોંચવાના છે. રિપોર્ટ્સ અનુસાર આલિયા અને રણબીરનું આ ગ્રાંડ રિસેપ્શન 17 એપ્રિલના રોજ રાત્રે 9:30 વાગે શરૂ થશે. તો બીજી તરફ પ્રીવેડિંગ ફંક્શન માટે કપોરોઅ ફેમિલીએ ઘરની પાસે એક બેંક્વેંટ હોલ બુક કર્યો છે. જેમાં ખાસ મહેમાન પહોંચશે. 


આ ફિલ્મમાં જોવા મળશે 
તમને જણાવી દઇએ કે આલિયા અને રણબીર ગત કેટલાક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળશે. થોડા દિવસો પહેલાં ફિલ્માંથી બંનેનો લુક જાહેર કરવામાં આવ્યો છે. એક સુપરહિરો ફિલ્મ છે. જેનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. થોડા દિવસો પહેલાં જ ફિલ્મનું શૂટિંગ પુરૂ થયું છે. 'બ્રહ્માસ્ત્ર' આલિયા અને રણબીરની સાથે પહેલી ફિલ્મ છે. જે 9 સપ્ટેમ્બર 2022 ના રોજ સિનેમાઘરમાં રિલીઝ થશે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube