નવી દિલ્હી: બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર (Ranbir Kapoor) તેની નવી સાયકલ પર શહેરમાં ફરતા જોવા મળ્યો હતો. 'રોકસ્ટાર' ફેમ રણબીરના ગેરેજમાં એકથી એક વ્હીકલ્સ છે અને તે એક હોટ રેડ ન્યૂ ઈ-બાઈકનો આનંદ માણી રહ્યો છે. મિત્રો સાથે સવારની રાઇડ હોય કે ઘરની ફરતે, બોલીવુડના ચોકલેટ બોય તેની નવી સાયકલની મજા લઇ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- 'મિરઝાપુર-2'ને ટક્કર આપવા આવી રહી છે ઇશાન ખટ્ટર-તબ્બુની ફિલ્મ, જાણો ક્યારે થશે રિલીઝ


દમદાર છે આ લક્ઝુરિયસ સાયકલ
જો અમે તમને કહીએ કે તેની આ સાયકલ લક્ઝુરિયસ મોટરબાઈક કરતા વધુ મોંઘી છે, તો પછી તમારી દિલચસ્પી વધુ વધશે. તમે જરૂર વિચારતા હતો કે, આખરે આ સાયકલની કિંમત કેટલી છે. તો તમને જણાવી દઈએ કે, રણબીરે આ ફેન્સી સાયકલ માટે મોટી કિંમત ચૂકવી છે. રિપોર્ટ્સ અનુસાર આ ઇલેક્ટ્રિક બાઇકની કિંમત આશરે 1.5 લાખ રૂપિયા છે. પરંતુ આ સાયકલ તેની કિંમતને પણ યોગ્ય ઠેરવે છે. આ Mate X Electric Foldable Bikeમાં ઘણી સુવિધાઓ છે જે તેને કોઈપણ સામાન્ય સાયકલથી અલગ બનાવે છે. તે ફોલ્ડેબલ ઇ-બાઇક છે અને મૂવી સ્ટારની સાંજે રાઇડ માટે યોગ્ય છે.


આ પણ વાંચો:- નેહા કક્કડ અને રોહનપ્રીતની થયેલી અટકી સેરેમની! તસવીરો વાયરલ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube