નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરે શનિવારે પોતાનો 37મો જન્મદિવસ ઉજવ્યો. આ દિવસે તેણે પોતાના બોલિવૂડના ખાસ નીકટના મિત્રો સાથે ઉજવણી કરી. રણબીરે બર્થડે પર ઘરમાં એક પાર્ટીનું આયોજન કર્યું. જ્યાં રણબીરની સાથે તેની કથિત ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ જોવા મળી. સોશિયલ મીડિયા પર હાલ આલિયા અને રણબીરનો એક ફોટો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં રણબીર તેની માતા નીતૂ અને આલિયા સાથે જોવા મળી રહ્યો છે. તસવીર માનવ મંગલાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અવસરે બોલિવીડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ પણ પતિ રણવીર સિંહ સાથે હાજર રહી હતી. પાર્ટીમાં બોલિવૂડ હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો. સુપરસ્ટાર શાહરૂખ ખાન, આમિર ખાન ઉપરાંત કરણ જૌહર, અનુરાગ બાસુ, ઝોયા અખ્તર, આદિત્ય રોય, અર્જૂન કપૂર, મલાઈકા અરોરા, પણ પાર્ટીમાં હાજર રહ્યાં હતાં.



મિત્રો ઉપરાંત પરિવારના સભ્યોએ પણ આ પાર્ટીમાં સામેલ થઈને ચાર ચાંદ લગાવ્યાં હતાં. પિતા ઋષિ કપૂર અને માતા નીતૂ સિંહ પણ પાર્ટીમાં હાજર રહ્યાં હતાં. પાર્ટીની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર છવાયેલી છે.