Animal: રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ફિલ્મને લઈને જ ચર્ચાઓ હતી તે હવે સાચી પડતી જોવા મળે છે. ફિલ્મ ક્રિટિક્સ પણ આ ફિલ્મને રણબીરની સૌથી મોટી ઓપનર ફિલ્મ ગણાવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન આવનારા દિવસોમાં અનેક રેકોર્ડ તોડી શકે છે. જોકે રણબીર કપૂરની ફિલ્મ એનિમલ એ રિલીઝ થયાની સાથે જ બોક્સ ઓફિસ પર એક રેકોર્ડ તો બનાવી જ લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Asha Parekh Love story: એક માણસના પ્રેમને સમર્પિત થઈ આશા પારેખ જીવનભર રહ્યા એકલા


એનિમલ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલા એડવાન્સ બુકિંગ માટે ઓપન થઈ હતી જેને લઈને ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ એક ટ્વીટ કરી છે. ટ્વીટમાં તેણે આંકડા દર્શાવ્યા છે કે રણબીર કપૂરની ફિલ્મ પહેલા જ દિવસે એડવાન્સ બુકિંગમાં નેશનલ ચેન્સમાં પાંચમા નંબરે આવી ગઈ છે. તરણ આદર્શ એ આ લિસ્ટમાં સોશિયલ મીડિયા પર ટોપટેન ફિલ્મોની યાદી પણ શેર કરી છે અને ટિકિટના એડવાન્સ બુકિંગના આંકડા પણ દર્શાવ્યા છે. જેમાં એડવાન્સ બુકિંગમાં રણબીર કપૂરની ફિલ્મ એનિમલ માટે પહેલા જ દિવસે 4.56 લાખ ટિકિટ બુક થઈ હતી. જેના કારણે એનિમલ એવી પાંચમી ફિલ્મ બની ગઈ છે જેના પહેલા દિવસના શોમાં સૌથી વધુ એડવાન્સ ટિકિટ બુક થઈ હોય.


Orry: સલમાન ખાન સામે ઓરીનો ચોંકાવનારો ખુલાસો, મિત્રોએ 2 વખત કર્યો મારવાનો પ્રયાસ


રણવીર કપૂરની ફિલ્મ એનિમલને સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ મળતો જોવા મળે છે. ક્રિટિક્સ પણ રણવીર કપૂરના પર્ફોર્મન્સને અને ફિલ્મને વખાણી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીરના પર્ફોર્મન્સને તેની કારકિર્દીનું સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ કહેવામાં આવી રહ્યું છે. ફિલ્મ જોનાર દર્શકોનું કહેવું છે કે ફિલ્મ ઈમોશન અને એક્શનથી ભરપૂર છે. ત્યારે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં રણવીર કપૂરને આ ફિલ્મ કેટલી કમાણી કરી શકે છે.