Kishore Kumar's Biopic:બોલીવુડ એક્ટર રણબીર કપૂર ટૂંક સમયમાં જ એક્ટર-સિંગર કિશોર કુમારની બાયોપીકમાં જોવા મળશે. આ વાતની પુષ્ટિ રણબીર કપૂર એ પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન કરી હતી. મીડિયા સાથે વાતચીત કરતી વખતે રણબીર કપૂર એ કહ્યું હતું કે, કિશોર કુમારની બાયોપિકમાં તે જોવા મળશે. તે છેલ્લા 11 વર્ષથી આ ફિલ્મ પર કામ કરી રહ્યા છે અને અનુરાગ બાસુ તેની સ્ટોરી લખી રહ્યા છે. સાથે જ તેણે કહ્યું હતું કે બધું બરાબર રહ્યું તો આ ફિલ્મ તેની બીજી બાયોપિક હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Raha Kapoor ના નામે વિલ બનાવવા રણબીરની સીએ સાથે થઈ ચર્ચા, એક્ટરે ખુદ કર્યો ખુલાસો


Hiroo Joharની ઈચ્છા હતી કે Ekta Kapoor સાથે થાય દીકરાના લગ્ન, પણ કરને મુકી આ શરત...


Mrs Chatterjee vs Norway ફિલ્મની સ્ટોરી છે કોલકત્તાના આ દંપતિના જીવન પર છે આધારિત


મહત્વનું છે કે ગત વર્ષે એક મુલાકાત દરમિયાન કિશોર કુમાર ના દીકરા અમિત કુમારે પણ કહ્યું હતું કે તેઓ તેના પિતાની બાયોપીક ઉપર કામ કરી રહ્યા છે. જોકે તે સમયે રણબીર કપૂર અને અનુરાગ બાસુ વિશે પૂછવામાં આવ્યું તો તેને કહ્યું હતું કે ના તેઓ ખુદ આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે. તેવામાં હવે રણબીર કપૂર જ નિવેદન આપ્યું છે તેને લઈને ચાહકો પણ કન્ફ્યુઝ થઈ ગયા છે. 


કિશોરકુમાર આજે આ દુનિયામાં નથી પરંતુ તેના અવાજનો જાદુ આજે પણ લોકોના દિલોદિમાગ પર છવાયેલો છે. તેમના ગીત સંગીત પ્રેમીઓની પહેલી પસંદ છે. તેમણે હિન્દી સિવાય બંગાળી, ગુજરાતી, ભોજપુરી કન્નડ, મલયાલમ અને ઉર્દુ ભાષામાં પણ ગીત ગાયા છે. તેમનો જન્મ 4 ઓગસ્ટ 1929 ના રોજ મધ્યપ્રદેશના ખંડવામાં થયો હતો અને તેનું સાચું નામ આભાસ કુમાર ગાંગુલી હતું પરંતુ ફિલ્મોમાં આવ્યા પછી તેણે પોતાનું નામ કિશોરકુમાર રાખ્યું. 


કિશોર કુમારે ચાર લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્ની રૂમા ગુહા હતી, બીજી પત્ની મધુબાલા, ત્રીજી પત્ની યોગીતા બાલી અને ચોથી પત્ની લીના ચંદાવરકર હતી. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન 2678 ફિલ્મોમાં ગીત ગાયા અને 88 ફિલ્મોમાં એક્ટર તરીકે કામ કર્યું હતું.