નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ સંજૂ રિલીઝ થતાની સાથે જ ધમાલ મચાવી રહી છે. કમાણીના નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. પહેલા દિવસે 34.75 કરોડની ધરખમ કમાણી કરીને આ બાયોપિક વર્ષ 2018ની સૌથી મોટી ઓપનિંગ કલેક્શન કરનારી ફિલ્મ બની. સંજય દત્તના જીવન પર આધારીત આ ફિલ્મનો દર્શકોને ખુબ ઈન્તેજાર હતો. સિનેમાઘરોમાં ફિલ્મ આવતાની સાથે જ તેણે સલમાનની રેસ-3 અને ટાઈગર શ્રોફની બાગી2ને પછાડી. શનિવારે બીજા દિવસે પણ ફિલ્મે તાબડતોડ કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યાં મુજબ બીજા દિવસે ફિલ્મે 38.60 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકુમાર હિરાનીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયાનું કહેવાય છે. ફિલ્મે પ્રથમ બે દિવસમાં જ 73.35 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી નાખ્યો છે. ફિલ્મને ઓડિયન્સ અને ક્રિટિક્સનો સારો રિસ્પોન્સ મળ્યો છે. દર્શકોમાં ફિલ્મનો ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવામાં એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે 3 દિવસમાં ફિલ્મ લગભગ 110 કરોડની કમાણી કરી નાખશે.



અત્રે જણાવવાનું કે મુન્નાભાઈની સીરિઝ દ્વારા સંજય દત્તની કેરિયરની ઉત્તમ ફિલ્મો આપનારા રાજકુમાર હિરાનીએ સંજૂમાં તેના જ જીવનને પરદા પર ઉતાર્યું છે. રણબીરે આ ભૂમિકામાં જીવ રેડી દીધો છે. સંજય દત્તની ભૂમિકા ભજવવામાં તે ખરેખર 100 ટકા માર્ક મેળવી ગયો છે.