મુંબઇ: દિગ્ગજ બોલિવૂડ એક્ટર રણધીર કપૂરનો (Randhir Kapoor) કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે રાત્રે તેમને મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં (Kokilaben Ambani Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, ચાહકોને આ ક્ષણે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અત્યાર સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર રણધીર કપૂરની તબિયત સ્થિર છે. તમને જણાવી દઇએ કે બોલિવૂડના (Bollywood) તમામ દિગ્ગજ સ્ટાર્સ અત્યાર સુધીમાં કોવિડથી સંક્રમિત (Corona Positive) થઈ ચૂક્યા છે. જોકે તેમાંના મોટાભાગના લોકો બાદમાં સ્વસ્થ થયા હતા પરંતુ ઘણા એવા છે કે જેમણે કોવિડને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવૂડમાં શોમેન નામથી ઓળખાતા રાજ કપૂરના (Raj Kapoor) પાંચ બાળકોમાંથી ત્રણનું છેલ્લા એકથી દોઢ વર્ષ વચ્ચે નિધન થયું છે. ત્રણ ભાઈઓમાંથી, ફક્ત રણધીર એકલા બાકી છે. કેન્સર સાથે લાંબા સમય સુધી લડ્યા પછી ઋષિ કપૂર (Rishi Kapoor) 30 એપ્રિલ 2020 ના રોજ અવસાન પામ્યા હતા, જ્યારે ફેબ્રુઆરી 2021 માં રાજીવ કપૂરે (Rajiv Kapoor) પણ હાર્ટ એટેકને કારણે દુનિયાથી વિદાય લીધી હતી.


આ પણ વાંચો:- એક એવા અભિનેતા જેના કાળા કપડા પહેરવા પર હતો પ્રતિબંધ, જાણવા જેવું છે કારણ


2020 માં નિધન થયું હતું રીતુ નંદાનું
રાજ કપૂરની (Raj Kapoor) બે પુત્રી રીમા જૈન (Reema Jain) અને રીતુ નંદામાંથી (Ritu Nanda) પણ રીતુ નંદાનું જાન્યુઆરી 2020 માં કેન્સરથી અવસાન થયું હતું. રણધીર કપૂરની (Randhir Kapoor) તબિયત લથડવાના સમાચાર બાદ ચાહકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર ચાહકો રણધીરની તબિયત જલ્દીથી સારી થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કપૂર પરિવાર આજકાલ સંપત્તિના વિવાદને લઈને ચર્ચામાં છે.


આ પણ વાંચો:- Monalisa ની એક મહિલા સાથે થઈ લડાઈ? VIDEO માં લાકડી સાથે જુઓ દેશી ફાઈટ


આ ફિલ્મોમાં કર્યું છે કામ
રણધીર કપૂરે (Randhir Kapoor)  ફિલ્મ જગતમાં અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક તરીકે કામ કર્યું છે. રણધીર કપૂરના અભિનયની વાત કરીએ તો શ્રી 420 (1955), દો ઉસ્તાદ (1959), કલ આજ ઓર કલ (1971), રામપુર કા લક્ષ્મણ (1972), જીત (1972) અને જવાની દિવાની (1972) જેવી ફિલ્મોમાં રણધીર અભિનેતા તરીકે જોવા મળ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube