નવી દિલ્હી : કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા લોકોને બહુ પસંદ પડી છે. બધાએ આ ફિલ્મમાં કંગનાની એક્ટિંગ સાથે ફાઇટ સિકવન્સના પણ વખાણ કર્યા છે. જોકે હાલમાં આ ફિલ્મમાં યુદ્ધના સીનના શૂટિંગનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કંગના અંગ્રેજો સાથે યુદ્ધ કરતી જોવા મળે છે. સીન યુદ્ધનો છે. જોકે વીડિયોમાં કંગના જે ઘોડા પર બેઠી છે તે નકલી છે. નકલી ઘોડો મશીન પર છે અને કંગના બેસીને તલવાર ચલાવી રહી છે. ઘોડાના પગ અને પૂંછડી છે જ નહિ. આ વીડિયો વાઇરલ થયા પછી તેના વિરોધીઓ જબરદસ્ત મજાક ઉડાવી રહ્યા છે જ્યારે ચાહકો સપોર્ટ કરી રહ્યા છે. 


Exclusive : સલમાનના ચાહકો માટે મોટા સમાચાર, જમાવશે નવી જોરદાર જોડી


આ વીડિયો વાઇરલ થયા પછી કંગનાની સિસ્ટર રંગોલી ચંદેલે તેની બહેનને ટ્રોલ કરનારાઓને બરાબર ઝાટકી નાખ્યા છે. તેણે લખ્યું છે કે ''દોડી રહેલા ઘોડા પર ક્લોઝ અપ કઈ રીતે લઈ શકાય? આ ઘોડાને મિકેનિકલ હોર્સ કહેવાય છે અને એનો ઉપયોગ ગ્લેડિએટર, ધ લાસ્ટ સમુરાઈ, બ્રેવ હાર્ટ અને મણિકર્ણિકા જેવી ફિલ્મમાં થયો છે ક્લોઝ અપ શોટ માટે. મુર્ખા લોકો ટેકનોલોજીને સમજી નથી શકતા...ડમ્બો !!!''


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...