નવી દિલ્લીઃ ખુદ રાણીએ એ વાતનો ખુલાસો કર્યો કે, હું રોજ મારા પતિ પર ગુસ્સો કરું છું. હું તેમને ગાળો આપું છું. પરંતુ તેઓ એવું કાંઈક કરે છે કે, મારો ગુસ્સો દૂર થઈ જાય છે. અભિનેત્રી રાણી મુખર્જી અને ફિલ્મમેકર આદિત્ય ચોપરા બોલીવુડના સાયલન્ટ કપલમાંથી એક ગણવામાં આવે છે. બંનેની પર્સનલ લાઈફ વિશે બહુ બધા લોકો જાણતા નથી. પરંતુ બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ છે એ વાત નક્કી છે. જો કે, રાણી મુખર્જીએ એક એવી વાત કહી હતી જેનાથી તેના ચાહકો ચોંકી ગયા હતા. રાણીએ કહ્યું હતું કે તે પતિ આદિત્યને રોજ ગાળો આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણીતા ફિલ્મકાર યશ ચોપરાના પુત્ર આદિત્ય ચોપરા કેમેરાની પાછળ કમાલનું કામ કરે છે પરંતુ તેને કેમેરાની સામે આવવું પસંદ નથી. જે પેજ થ્રી પાર્ટીઝમાં જવાનું પણ પસંદ નથી કરતા. આ જ કારણ છે કે, તેણે પોતાની દિકરીને પણ અત્યાર સુધી મીડિયાથી દૂર જ રાખી છે. આદિત્ય અને રાણી પહેલીવાર રેસ્ટોરન્ટમાં મળ્યા હતા.


રાણી મુખર્જીની પહેલી ફિલ્મ રાજા કી આયેગી બારાત પછીનો આ સમય હતો અને પહેલી જ મુલાકાતમાં આદિત્ય રાણી પર દિલ હારીને બેઠા હતા. જે બાદ તેણે કરણ જોહરને કહીને રાણીને કુછ કુછ હોતા હૈમાં કાસ્ટ કરાવી. જે બાદ બંને ગુપચૂપ એકબીજાને ડેટ કરતા હતા. આદિત્ય અને રાણીના અને આદિત્યના અફેરની અફવાઓ લાંબા સમય સુધી ચાલી હતા. જો કે આદિત્યના લગ્ન થઈ ચુક્યા હતા. એટલે બંનેમાંથી કોઈએ સંબંધ પર મહોર નહોતી લગાવી. બંનેએ 2014માં ઈટલીમાં ચૂપચાપ લગ્ન પણ કરી લીધા. બંનેને એક દિકરી આદિરા પણ છે.


નેહા ધૂપિયાના ચેટ શો દરમિયાન ખુદ રાણીએ એ વાતનો ખુલાસો કર્યો કે, હું રોજ મારા પતિ પર ગુસ્સો કરું છું. હું તેમને ગાળો આપું છું. પરંતુ તેઓ એવું કાંઈક કરે છે કે, મારો ગુસ્સો દૂર થઈ જાય છે. એટલે મારા પરિવારમાં જ્યારે અમે ગુસ્સે થઈએ છે ત્યારે અમે પ્રેમથી એકબીજા સામે નારાજગી જાહેર કરીએ છે. જો હું કોઈ પર ગુસ્સો કરું છું તો એનો અર્થ એવો છે કે હું તેને ખરેખર પ્રેમ કરું છું. જણાવી દઈએ કે યશ રાજ ફિલ્મ્સના દિવંગત ફાઉન્ડર યશ ચોપરાના દિકરા આદિત્ય ચોપરા હાલ 890 મિલિયન યૂએસ ડૉલર એટલે કે લગભગ 66 અરબના માલિક છે.