નવી દિલ્હીઃ અભિનેતા રણવીર સિંગ આગામી ફિલ્મ '83' માટે પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી કપિલ દેવના પ્રશિક્ષણમાં હરિકેન (તોફાન) બનવાની તૈયારીમાં છે. ફિલ્મ 1983 ક્રિકેટ વિશ્વકપમાં ભારતની ઐતિહાસિક જીત પર આધારિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણવીર ધર્મશાળામાં કપિલની સાથે પોતાની તસ્વીર શેર કરી છે. તસ્વીરમાં બંન્નએ ભારતીય ક્રિકેટ ટીમની બ્લૂ જર્સી પહેરી છે. કપિલ 'ગલી બોય'ના અભિનેતાને કંઇક ટિપ્સ આપતા દેખાઈ રહ્યાં છે. 


દિશા પટનીએ દેખાડ્યા શાનદાર ડાન્સ મૂવ્સ, વીડિયો વાયરલ 


મહત્વનું છે કે આ ફિલ્મમાં પોતાનું શાનદાર પ્રદર્શન આપવા માટે રણવીર સિંહ લાંબા સમયથી ક્રિકેટમાં પોતાનો દાવ પેચ શીખી રહ્યો છે. રણવીરે આ કામ માટે કોઈ બીજાને કોચ નહીં પરંતુ કપિલ દેવને પસંદ કર્યાં છે. તો આપણે સમજી શકીએ કે રણવીર સિંહ કઈ હદ સુધી કપિલ દેવના દરેક મૂવને પોતાનામાં ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જલ્દી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.