નવી દિલ્હી: બોલીવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) તેની સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે ઓળખાય છે. હાલમાં જ એક્ટર તેની પત્ની દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે સ્પોર્ટ થયો છે. સૌ કોઈની નજર આ સ્ટાર કપલ પર જોવા મળી. આ સ્ટાર કપલ ગત રાતે મુંબઇના એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે પહોંચ્યું હતું. તે દરમિયાન રણવીર સિંહ હમેશાંની જેમ એકદમ વાઈબ્રન્ટ કલરનું જેકેટ પહેરી પહોંચ્યો હતો. જ્યાં સૌ કોઈની નજર રણવીર સિંહની સ્ટાઈલ સ્ટેટમેન્ટ પર જ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણવીર સિંહનો કૂલ અંદાજ
રણવીર સિંહે (Ranveer Singh) તેની વાઈફ સાથે નાઈટ આઉટિંગના સમયે પીળા કલરનું જેકેટ પહેર્યું હતું. આ જેકેટ પર સ્માઈલી ઈમોજી પણ હતા. સાથે જ તેના પર અંગ્રેજીમાં લખ્યું હતું ‘Drew’. ડ્રિયૂ જાણીતા હોલીવુડ સિંગર જસ્ટિન બિબરના (Justin Bieber) કપડાંની બ્રાન્ડ છે. આ બ્રાન્ડની ટી શર્ટ્સ અને જેકેટ ઘણા બોોલીવૂડ સ્ટાર્સ પહેરે છે. તે દરમિયાન રણવીર સિંહ પણ ડ્રિયૂ બ્રાન્ડના જ જેકેટમાં જોવા મળ્યો હતો.