કબીર ખાનની ફિલ્મ `83 માં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન શ્રીકાંતનું પાત્ર ભજવશે સાઉથનો આ સ્ટાર!
જાણીતા દક્ષિણ સ્ટાર જીવા, નિર્દેશક કબીર ખાનની આગામી ફિલ્મ 83માં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. તે પહેલાં પંજાબી સ્ટાર એમી વિર્કને બલવિંદર સિંહ સંધૂની ભૂમિકા ભજવવા માટે ફાઇનલ કરવામાં આવ્યા હતા.
મુંબઇ: જાણીતા દક્ષિણ સ્ટાર જીવા, નિર્દેશક કબીર ખાનની આગામી ફિલ્મ 83માં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. તે પહેલાં પંજાબી સ્ટાર એમી વિર્કને બલવિંદર સિંહ સંધૂની ભૂમિકા ભજવવા માટે ફાઇનલ કરવામાં આવ્યા હતા.
શ્રીકાંતના પાત્ર ભજવવા માટે દુબળા અને યુવા દેખાવવા માટે સાઉથ સ્ટાર જીવા 7 કિલો વજન ઓછું કરશે. જિવાએ અત્યારથી શારીરિક ટ્રેનિંગ શરૂ કરી દીધી છે અને પૂર્વ ભારતીય કેપ્ટનની ક્રિકેટ શૈલીને શિખવાડવા માટે જિવાએ '83 વર્લ્ડકપ વીડિયોથી શ્રીકાંતના બધા વીડિયો જોવાનું શરૂ કરી દીધું છે જે તેમને કૃષ્ણામાચારી શ્રીકાંતની માફક યોગ્ય રીતે બેટીંગની બારીકીઓને પસંદ કરવામાં મદદ કરશે.
નિર્માતા મધુ મંટેનાએ આ વિશેષ ભૂમિકા માટે પોતાની પસંદગીના અભિનેતા જિવાને કાસ્ટ કરવા પર પોતાના વિચાર શેર કરતાં કહ્યું કે ''જ્યારથી હું મારી પસંદગીની ફિલ્મમાં એક 'કેઓ' તેમની સાથે જોઇ છે, હું જિવાનો ખૂબ મોટો પ્રશંસક રહ્યો છું...અને હંમેશા આ ફિલ્મનું હિંદીમાં રિમેક બનાવવા માંગતો હતો... મજેદાર ફિલિંગ છે કે આખરે મને તેમની સાથે કામ કરવાની તક મળી રહે છે. મારા હિસાબે શ્રીકાંતને મોટા પડદા પર તેનાથી સારી ભૂમિકા કોઇ ભજવી શકે નહી.''
વર્ષ 1983 ના વિશ્વ કપની ઐતિહાસિક જીત પર આધારિત, કબીર ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મમાં રણવીર સિંહ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. આ યાદગાર જીતને મોટા પડદા પર જોવા માટે ખાસ ઉત્સાહિત છે. આ પહેલાં નિર્માતાઓએ 83 માં વર્લ્ડકપ ઉઠાવનાર પૂરી પૂર્વ ટીમની સાથે ફિલ્મની ઘોષણા કરતાં એક કાર્યક્રમની મેજબાની કરી હતી.
કબીર ખાન દ્વારા નિર્દેશિત, સ્પોર્ટ્સ ફિલ્મમાં ભારતીય ક્રિકેટ ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ જીતમાંથી એક દર્શકોની સામે રજૂ કરશે. ફિલ્મને વાસ્તવિક સ્થળો પર દર્શાવવામાં આવશે અને આગામી વર્ષની શરૂઆતમાં ફિલ્મની શૂટિંગ શરૂ કરવામાં આવશે.
કેપ્ટન કપિલ દેવના નેતૃત્વમાં જેમણે ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડકપની પહેલી જીત અપાવી હતી, 1983ના વર્લ્ડકપ ક્રિકેટ પ્રેમીઓના મગજમાં છપાયેલી ઉંડી છાપ છે. ફિલ્મમાં જ્યાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકા ભજવશે, તો ફિલ્મમાં એક મજબૂત સપોર્ટ કાસ્ટિંગ જોવા મળશે અને ટૂંક સમયમાં અન્ય ક્રિકેટ ખેલાડીઓની કાસ્ટિંગની જાહેરાત કરવામાં આવશે. રિલાયન્સ એંટરટેનમેંટ દ્વારા પ્રસ્તુત અને મધુ મંટેના દ્વારા નિર્મિત, વિષ્ણુ ઇંદુરી અને કબીર ખાનની ફિલ્મ 10 એપ્રિલ 2020માં રિલીઝ થશે.