રણવીરે બનાવી લીધો વેલેન્ટાઇન્સ ડેનો પ્લાન, દીપિકાને લઈ જશે...
Zee News સાથે ખાસ વાતચીતમાં રણવીરે આ વાતનો ખુલાસો કર્યો છે
નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર રણવીર સિંહ હાલમાં પોતાની આગામી ફિલ્મ ગલી બોયને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ 14 જાન્યુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડેના દિવસે રિલીઝ થવાની છે. આ સંજોગોમાં Zee News સાથે વાતચીત કરતી વખતે રણવીર સિંહે માહિતી આપી છે કે તે વેલેન્ટાઇન્સ ડેનો પ્લાન બનાવી ચૂક્યો છે અને તે પોતાની પત્ની દીપિકાને લઈને એક ખાસ જગ્યાએ જઈ રહ્યો છે.
રણવીરે ખુલાસો કર્યો કે તે પોતાની પત્ની દીપિકાને લઈને વેલેન્ટાઇન્સ ડેના દિવસે પોતાની ફિલ્મ ગલી બોય દેખાડવા લઈ જવાનો છે કારણ કે આ ફિલ્મ પણ એ દિવસે જ રિલીઝ થવાની છે. નોંધનીય છે કે રણવીર અને દીપિકાએ ગયા લર્ષે જ ઇટાલીમાં લગ્ન કરી લીધા છે. રણવીરની આગામી ફિલ્મ ગલી બોયમાં તે મુંબઈની ચાલમાં રહેતા છોકરાનું રસપ્રદ પાત્ર ભજવવાનો છે. ફિલ્મ ગલી બોયનું ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મની વાર્તા અલગ જ છે.
એકવાર સલમાનની બાઇક પર બેઠી આ હિરોઇન અને પછી રહ્યો આજીવન એનો અફસોસ કારણ કે...
ગલી બોયમાં આલિયાનો રોલ પણ મહત્વનો છે. તે પાવરફુલ અને આઝાદ છોકરીનો રોલ કરી રહી છે. હાલમાં જ Zee News સાથે વાતચીત કરતી વખતે રણવીરે જણાવ્યું છે તે ગલી બોયના પાત્ર સાથે જોડાયેલો છે અને તેને લાગે છે કે તેનો જન્મ જ આ પાત્ર ભજવવા માટે થયો છે. રણવીરે પોતાનો મુદ્દો રજુ કરતા કહ્યું છે કે જો કોઈ બીજી વ્યક્તિ આ ફિલ્મ કરત તો હું ઇર્ષાથી બળીને રાખ થઈ જાત. મને પહેલીવાર એવું લાગે છે કે આ એવી ફિલ્મ છે જે કરવા માટે મારો જન્મ થયો છે. આ મારી જ ફિલ્મ છે.