મુંબઇ: તાજેતરમાં જ એક એવોર્ડ શોમાં 'રાઇઝિંગ સ્ટાર ઓફ ધ ઇયર'નો ખિતાબ જીત્યા બાદ, અભિનેત્રી અનન્યા પાંડેરણવીર સાથે રણવીર સાથે સમય વિતાવતા જોવા મળી, જ્યાં અભિનેત્રી અનન્યા પાંડેની પહેલ સો પોઝિટિવની પ્રશંસા કરતાં જોવા મળી. અનન્યા પાંડેએ એક વીડિયો શેર કર્યો છે જેમાં રણવીર સિંહે વ્યક્ત કર્યું છે કે અભિનેત્રી અને આ પહેલ પર કેટલો ગર્વ અનુભવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તરફ જ્યાં રણવી સિંહે સકારાત્મક થવા માટે અનન્યાની પ્રશંસા કરી છે, તો બીજી તરફ અભિનેતા દ્વારા કરવામાં આવેલા વખાણ માટે અનન્યા અભિભૂત અનુભવી રહી છે. અનન્યા પાંડેએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતાં લખ્યું કે Thank you for making me and everyone else around you smile 😁 we need more people in the world like you @ranveersingh ❤🙌🏻 @sopositivedsr."



તાજેતરમાં જ ગાંધી જયંતિના અવસર પર અભિનેત્રી અનન્યા પાંડેએ 'સ્વચ્છ સોશિયલ મીડિયા' નામનું એક અભિયાન પણ શરૂ કર્યું છે. અનન્યા પાંડે જલદી ફિલ્મ 'પતિ, પત્ની ઔર વો'ના રિમેકમાં કાર્તિક આર્યન સાથે જોવા મળશે, જ્યારે ઇશાન ખટ્ટર સાથે તેમની ફિલ્મ 'કાલી પીલી' પણ ટૂંક સમયમાં રિલીઝ થવા માટે તૈયાર છે.