મુંબઈ : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. ઈટલીમાં લગ્ન રચાવ્યા બાદ આ જોડીએ સૌથી પહેલુ રિસેપ્શન દીપિકાનું પિયર બેંગલુરુમાં યોજ્યું હતું. હવે બંનેનું બીજું ગ્રાન્ડ રિસેપ્શન જલ્દી જ મુંબઈમાં યોજાવાનું છે. આ વચ્ચે લોકોને ફરીથી દેખાઈ આવ્યું દીપિકા પાદુકોણનું આરકે ટેટૂ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણબીર કપૂર સાથેના પ્રેમની નિશાની છે ટેટૂ
આ વાત તો બધાને ખબર છે કે, રણવીર સિંહ સાથે સંબંધ પહેલા દીપિકા પાદુકોણ રણબીર કપૂરની સાથે લાંબા સમય સુધી રિલેશનમાં હતી. રણબીર સાથે પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે દીપિકાએ પોતાના ગરદન પર રણબીરના નામનું ટેટૂ એટલે કે આર કે ટેટૂ બનાવ્યું હતું. જોકે, બાદમાં આ સંબંધ તૂટી ગયો અને તેના બાદ દીપિકા લાંબા સમય સુધી ડિપ્રેશનમાં રહી. પરંતુ રણવીર સિંહની સાથે સંબંધની નવી શરૂઆત કર્યા બાદ પણ દીપિકાએ આ ટેટૂ પોતાનાથી દૂર કરી શકી નથી. 



મુંબઈ એરપોર્ટ પર ગાયબ થયું હતું ટેટૂ
દીપિકા અને રણવીર સિંહ ગત 6 વર્ષોથી રિલેશનશિપમાં છે અને હાલમાં જ દીપિકાએ કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં તેની પુષ્ટિ કરી હતી. ઈટલીમાં લગ્ન બાદ દીપિકા જ્યારે પહેલીવાર મુંબઈ એરપોર્ટ પર બદામી કલરના સૂટ સાથે નજરે આવી ત્યારે આ ટેટૂ ગાયબ દેખાયું હતું. 



તો બીજીવાર જ્યારે આ કપલ મંગળવારે ફરીથી મુંબઈ એરપોર્ટ પર દેખાયું, જ્યારે તેઓ બેંગલુરુ રિસેપ્શન માટે જવા રવાના થયા હતા. આ દરમિયાન ઓફ વ્હાઈટ કલરના સુંદર અનારકલી ડ્રેસમાં તે નજર આવી હતી. ત્યારે પણ તેના ગરદન પરથી આ ટેટૂ ગાયબ હતું. જેના પરથી અંદાજ લગાવાઈ રહ્યો હતો કે તેણે ગરદન પરથી ટેટૂ દૂર કર્યું છે. 



પરંતુ બુધવારે તેના બાદ બુધવારે દીપિકા જ્યારે પોતાના સાસુ-સસરા, નણંદ રીતિકા અને પતિ રણવીર સાથે બેંગલુરુથી મુંબઈ જવા રવાના થઈ ત્યારે પણ અનારકલી સૂટમાં હતી. આ વખતે તેનું ટેટૂ દેખાઈ ગયું હતું. એટલે દીપિકા ભલે રણબીર કપૂર સાથે પોતાનો સંબંદ પૂરો કરી ચૂકી હોય, પરંતુ તેના ટેટૂને હજી સુધી દૂર કરી શકી નથી.  



પહેલા પણ ગાયબ કરી ચૂકી છે ટેટૂ
આટલા વર્ષોમાં અનેક એવી ઈવેન્ટ્સમાં દીપિકાની ગરદન પરનું ટેટૂ ગાયબ રહ્યું હતું. કાન્સ ફેસ્ટિવલમાં જ્યારે તે રેડ ડ્રેસમાં ઉતરી હતી, ત્યારે પણ આ ટેટૂ ગાયબ હતું. 



કેટલીક જાહેરાતોમાં પણ દીપિકાએ આ ટેટૂ ગાયબ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, દીપિકા અને રણવીરનું આગામી રિસેપ્શન 28 નવેમ્બરના રોજ મુંબઈમાં યોજાવાનું છે.