નવી દિલ્હી : બોલિવુડ અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ દીવાળી બાદ લગ્નના બંધનમાં બંધાશે. તે અગાઉ તેમના લગ્નના વિવિધ રિવાજો ચાલુ થઇ ચુક્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર રણવીર સિંહની પીઠી ચોલેલી તસ્વીરો આવી છે. તેમાં રણવીરના ગાલ પર પીઠી ચોળેલી તસ્વીરો સામે આવી છે. તેમાં રણવીરના ગાલ પર પીઠી દેખાઇ રહી છે. સફેદ કુર્તામાં બાજીરાવ પોતાનાં પરિવારજનો સાથે ખુબ જ ખુશ જોવા મળ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવ મંગલાની ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર રહેલી તસ્વીરમાં રણવીર સિંહ પોતાના કોઇ પ્રિયજનની સાથે સેલ્ફી ક્લિક કરાવતા જોવા મળી રહ્યા છે. આ શુભ પ્રસંગે રણવીરના ઘરે ફુલોના બંદનવરથી સજાયેલું છે. આ એક્ટરના માથા પર ચાંડલો જોવા મળી રહ્યો છે. સાથે જ તેમના ગાલો પર પીઠી ચોળેલી જોઇ શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રણવીર અને દીપિકાના લગ્નની તસ્વીરો સામે આવતી રહે છે. 

દીપિકાના લગ્નન પહેલાની પુજાની તસ્વીરો સામે આવી હતી. જેમાં દીપિકા પાદુકોણ અને તેનો પરિવાર પુજા કરતો જોઇ શકાય છે. ત્યાર બાદ રણબીર સિંહની પીઠી ચોળેલી તસ્વીરો સામે આવી છે જે હાલ સોશિયલ મીડિયા પર ખાસ્સી વાઇરલ થઇ રહી છે.