નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા રણવીર સિંહે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામથી પોતાની એક નવી તસ્વીર શેર કરી છે. ફોટોમાં રણવીર 83ના કપિલ દેવ વાળા લુકમાં જોવા મળી રહ્યો છે. તેણે કપિલ દેવ વાળા અંદાજમાં મૂછો રાખી છે અને તેવા જ વાળ બનાવ્યા છે. તસ્વીર ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ કબીર ખાન દિગ્દર્શિત ફિલ્મ 83માં પૂર્વ ક્રિકેટર કપિલ દેવનું પાત્ર ભજવશે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર