રવીનાએ કરી એવી જાહેરાત કે મન થઈ જશે સલામ કરવાનું
પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી આખા દેશમાં દેશદાઝની લહેર ચાલી રહી છે
નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને હાલમાં જાહેરાત કરી છે કે એનું ફાઉન્ડેશન શહીદોના બાળકોના શિક્ષણમાં મદદ કરશે. તેણે કહ્યું કે તે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના બાળકોના અભ્યાસનો પૂરો ખ્યાલ રાખશે. મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને જણાવ્યું કે તે શહીદોના બાળકોના શિક્ષણને લઈને કાર્ય કરી રહી છે.
યુદ્ધના મેદાનમાં મણિકર્ણિકાએ દોડાવ્યો હતો નકલી ઘોડો, વાઇરલ VIDEOએ ખોલી પોલ અને પછી...
રવીના ટંડને જણાવ્યું કે પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારને મદદ કરવા માટે દરેક લોકોએ આગળ આવવું જોઈએ, શહીદ જવાનોના બાળકો અને પરિવારને મદદ કરવા માટે દરેક વ્યક્તિએ યથાશક્તિ યોગદાન આપવું જોઈએ. મેં છોકરીઓને શિક્ષિત કરવા માટેની જવાબદારી સંભાળી છે, પણ માત્ર છોકરીઓના શિક્ષણ સુધી આ સીમિત નથી. અમે પહેલાથી છોકરીઓના શિક્ષણને લઈને કાર્ય કરી રહ્યા છીએ.
રવીના ટંડને વધુમાં જણાવ્યું કે જો પ્રમાણિકતાથી કહું તો હું પહેલા પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયનું સમર્થન નહોતી કરતી. જોકે પછી મને જાણવા મળ્યું કે અહીં કામ કરવા માટે આવતા પાકિસ્તાનના ઘણાં કલાકારો પરત પાકિસ્તાન ગયા બાદ ભારત વિશે સન્માનજનક વાત નથી કરતા. આ યોગ્ય નથી.