નવી દિલ્હી : હાલમાં દેશ કોરોના વાયરસ (Coronavirus)ના સંકટ સામે લડી રહ્યો છે અને દેશ 21 દિવસના લોકડાઉનના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ લોકડાઉનને કારણે બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ પોતપોતાના ઘરમાં બંધ છે અને સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ ગયા છે. આ સેલિબ્રિટીઝ નિયમિત રીતે પોતાના જુના વીડિયો અપલોડ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં એક્ટ્રેસ રવીના ટંડન (Raveena Tandon)નો પણ વીડિયો વાયરલ થયો છે જે 2017નો છે. એ સમયે રવીના પતિ અનિલ થડાણી અને દીકરી રાશા સાથે  ન્યૂયોર્ક ગઈ હતી. આ વીડિયો રવીના ન્યૂયોર્કના રસ્તાઓ પર ધમાલમસ્તી કરતી જોવા મળી રહી છે. રવીનાની આ હરકતો જોઈને દીકરી રાશાએ પણ શરમાઈને મોં સંતાડી દીધું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube