નવી દિલ્હી: માથા પર જટા અને આખા શરીર પર ભસમ લગાવી સૈફ અલી ખાન (Saif Ali Khan)ને એક અધોરી અવતારમાં જોવા માટે લોકો તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'લાલ કપ્તાન (Laal Kaptan)' ની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી, આજે (18 નવેમ્બર)એ પુરી થઇ જશે. જી હાં, લાલ કપ્તાન (Laal Kaptan)' સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. નવદીપ સિંહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સૈફ અલી ખાન ઉપરાંત સોનાક્ષી સિંહા, માનવ વિજ, દીપક ડોબરિયાલ અને જોયા હુસૈન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મની કહાની 1764ના બક્સરના યુદ્ધના 25 વર્ષ બાદ 18મી સદીના અંતિમ સમ્ય સુધીની છે. ફિલ્મમાં સૈફ અલી ખાન 'સરીખા નાગા સાધુ', માનવ વિજ 'રહમત ખાન', દીપક ડોબરિયાઅલ 'ખબરી', સોનાક્ષી સિન્હા 'નૂર બાઇ' અને જોયા હુસૈન એક મિસ્ટ્રી વુમનના પાત્રમાં છે. ફિલ્મની કહાણી બરોબર તે સમયે ગુંથાઇ હતી જ્યારે અંગ્રેજ ધીમે-ધીમે ભારતમાં પોતાના મૂળિયા મજબૂત કરવામાં લાગ્યા હતા, જ્યારે મરાઠા, રૂહેલખંડી અને નવાબ પરસ્પર લડી રહ્યા હતા. એક તરફ જ્યાં મારઝૂડ મચી હતી, ત્યાં સરીખા નાગા સાધુ જેવા લોકો ગોસાંઇ કહેતા હતા, તે પોતાના અલગ માર્ગે ચાલી રહ્યા હતા.  


જોકે ગોસાંઇ બદલાની આગમાં સળગી રહ્યો હતો. તેને રહમત ખાન પાસેથી બદલો લેવાનો હતો અને તે તક શોધી રહ્યો હતો. ગોસાંઇ રહમતને જાનથી મારી નાખવા માંગતો હતો, કારણ કે ફ્લેશબેક દ્વારા ખબર પડે છે કે રહમત એક બાળક અને તેના પિતાને ફાંસીએ લટકાવી દીધા હતા. એ તો ખબર પડી જાય છે કે તે બાળક બીજું કોઇ નહી ગોસાંઇ છે, પરંતુ તે જાણવામાં ખૂબ સમય લાગે છે કે જો ગોસાંઇને બાળપણમાં તેના પિતા સાથે ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો હતો, તો પછી તે કેવી રીતે જીવતો છે. આ રહસ્ય પરથી પડદો ઉઠાવવામાં ઘણો સમય લાગે છે, જેથી થોડું બોરિંગ લાગે છે.


ફિલ્મમાં વધુ એક રહસ્ય આવે છે, જ્યારે ગોસાંઇને ફરીથી મારવાનો મોકો મળી જાય છે, પરંતુ તે તેને મારતો નથી. આ રહસ્ય પરથી પડદો પણ તે સમયે ઉઠે છે, જ્યારે તમે તમારું ધૈર્ય ગુમાવી દો છો, પરંતુ આખી ફિલ્મમાં સૈફના ડાયલોગ્સ એટલા દમદાર છે કે વચ્ચે વચ્ચે તમારા રૂવાડા ઉભા થઇ જશે. ફિલ્મમાં દીપક ડોબરિયાલ જે એક ખબરી છે, તે પૈસા માટે ગંધ સૂંઘીને જાસૂસી કરે છે. તો બીજી તરફ મિસ્ટ્રી વુમનના રૂપમાં જોવા મળી રહેલી જોયા હુસૈનની પણ પોતાની ટ્રેજિડી છે. ફિલ્મમાં બધા પાત્રોમાં પોત-પોતાના ભૂમિકાઓ સાથે ન્યાય કર્યો છે. એક અધોરીના અવતારમાં તમે સૈફને લાંબા સમય સુધી યાદ રાખશો.