નવી દિલ્હી: બોલીવુડ એક્ટર સલમાન ખાન અને કૈટરીના કૈફની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ભારત' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. અલી અબ્બાસ જફર દ્વારા ડાયરેક્ટર કરવામાં આવેલી આ ફિલ્મની લોકો ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આ ફિલ્મને લઇને 'દબંગ' ખાનના બધા ફેન્સ પણ ખૂબ ઉત્સાહિત હતા. ફિલ્મમાં સલમાન ખાન અને કૈટરીના કૈફ ઉપરાંત સોનાલી કુલકર્ણી, જૈફી શ્રોફ, સતીશ કૌશિક, આસિફ શેખ, કુમુદ મિશ્રા, દિશા પટણી, શશાંક અરોડા અને તબ્બૂ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની કહાની પહેલાં તમને જણાવી દઇએ કે ફિલ્મ સમીક્ષક તરૂણ આદર્શે આ ફિલ્મને 4 સ્ટાર આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મની કહાની ફ્લેશબેકથી શરૂ થાય છે, જ્યારે 70 વર્ષના એક વ્યક્તિ જેનું નામ ભારત (સલમાન ખાન) પોતાના પરિવાર વચ્ચે જન્મ દિવસ ઉજવી રહ્યો હોય છે. ફ્લેશબેક 1947થી શરૂ થાય છે, જ્યારે ભાગલાનો દૌર હતો અને તે દરમિયાન ભારત પોતાના પિતા (જૈકી શ્રોફ) અને બહેનથી છુટો પડી જાય છે. ફિલ્મમાં સલમાન પિતા એક સ્ટેશન માસ્ટર હોય છે, જેમને ભૂતકાળમાં ભારત એક વાયદો કરે છે કે જ્યારે તે (જૈફી શ્રોફ) પરત નહી ફરે તો તે પોતાની મા (સોનાલી કુલકર્ણી), પોતાની નાની બહેન અને નાના ભાઇનું ધ્યાન રાખશે. 


પોતાના પિતાને કરેલા વાયદાને પુરો કરવા માટે ભારત 1947થી માંડીને 2010 સુધી પોતાના પરિવારને ખુશ રાખવા માટે જોરદાર મહેનત કરે છે. આ દરમિયાન તેને ચોરી પણ કરવી પડી છે. તે મોતના કુવામાં મોટરસાઇકલ ચલાવવાથી માંડીને દુકાન સુધી ચલાવે છે. અરબ જઇને ઓઇલ કાઢવાનું કામથી માંડીને સમુદ્વમાં જઇને જીવ જોખમમાં નાખવાનું કામ કરે છે. આ દરમિયાન તેમની મુલાકાત સર જી (કૈટરીના કૈફ) સાથે થાય છે, જે ભારતને નોકરી આપવામાં મદદ કરે છે, પરંતુ આ દરમિયાન મેડમ સરને ભારત સાથે પ્રેમ થઇ જાય છે અને તે ભારત સામે લગ્નનો પ્રસ્તાવ મુકે છે, પરંતુ ભારત આ લગ્નની ના પાડતાં કહે છે કે તે પરિવારની ફરજમાં બંધાયેલો છે.


ત્યારબાદ મેડમ જી ભારત સાથે તેના ઘરમાં તેની સાથે સાથે લિવ ઇન રિલેશનમાં રહેવાની વાત કરે છે. ફિલ્મમાં વિલાયતી ખાન (સિનીલ ગ્રોવર)ની ભૂમિકા પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આ કહાનીમાં વિલાયતી ભારતના બાળપણથી માંડીને તેમની વૃદ્ધાવસ્થા સુધી દુખ-સુખમાં સાથે હોય છે. આ ઉપરાંત તમને ફિલ્મમાં ઘણી વસ્તુઓ જોવા મળવાની છે, જે તમને ખૂબ પસંદ આવશે. ફિલ્મના નિર્દેશક અલી અબ્બાસ જફરે ખૂબ ઝિણવટપૂર્વક વસ્તુઓ પકડી છે. તેમણે સલમાન ખાનની ઇમેજને એ રીતે રજૂ કર્યા છે, જેવા તે છે. સાથે જ ફિલ્મની કહાનીને પણ ક્યાંય ધીમી પડવા દીધી નથી. હા, ફિલ્મની લંબાઇ થોડી નાની થઇ શકતી હતી, પરંતુ 1947 થી 2010 સુધીની કહાનીને એટલા ઓછા સમયમાં આવરી લેવું સરળ નથી. એટલા માટે આપણે આ વાતને ઇગ્નોર કરી શકે છે.


એક્ટિંગની વાત કરીએ તો સલમાન ખાન અને કૈટરીના કૈફ ઉપરાંત અન્ય પાત્રોની બી એક્ટિંગ ખૂબ ગમશે. ફિલ્મ 'ભારત'ના ગીત પહેલાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી શકે છે. 'સ્લો મોશન', 'ચાશની' અને 'એથે આ' જેવા ગીતોએ લોકોના મનમાં આ ફિલ્મને લઇને ખૂબ ઉત્સુકતા પહેલાં જ ભરી ચૂકી છે. કુલ મળીને આપણે કહી શકીએ કે આ વખતે પણ ઇદ પર સલમાન ખાનનો જાદૂ ચાલી ગયો છે. તમને જણાવી દઇએ કે સલમાન ખાનની ફિલ્મ 'ભારત' સાઉથ કોરિયન ફિલ્મ 'ઓડ ટૂ માય ફાધર'ની હિંદી રિમેક છે. 'ઓડ ટૂ માય ફાધર'માં 1950 સુધીના સમયને એક સામાન્ય નાગરિકના દ્વષ્ટિકોણથી મોટા પડદે રજૂ કરવામાં આવી હતી.