રણબીરની સાથે સંબંધો પૂછેલા પ્રશ્નના જવાબમાં આલિયાએ કહ્યું- `મને શરમ આવે છે...`
બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટનું કહેવું છે કે તેમને `બ્રહ્માસ્ત્ર` ફિલ્મના પોતાના સહ-કલાકાર રણબીર કપૂર સાથે પોતાના સંબંધ વિશે વાત કરવામાં શરમ આવે છે. આલિયા ભટ્ટે ગુરૂવારે નિકલોડિયન કિડ્સ ચોઇસ એવોર્ડ્સ 2018માં આ વાત કહી હતી. તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ નિર્માતા પિતાએ કહ્યું હતું કે તેમને ખુશી છે કે તેમની પુત્રી રણબીરની સાથે રિલેશનશિપમાં છે.
નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટનું કહેવું છે કે તેમને 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મના પોતાના સહ-કલાકાર રણબીર કપૂર સાથે પોતાના સંબંધ વિશે વાત કરવામાં શરમ આવે છે. આલિયા ભટ્ટે ગુરૂવારે નિકલોડિયન કિડ્સ ચોઇસ એવોર્ડ્સ 2018માં આ વાત કહી હતી. તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ નિર્માતા પિતાએ કહ્યું હતું કે તેમને ખુશી છે કે તેમની પુત્રી રણબીરની સાથે રિલેશનશિપમાં છે.
આલિયા ભટ્ટને પૂછવામાં આવ્યું હતું કે રણબીર સાથે પોતાની રિલેશનશિપને પિતા દ્વારા મળેલી સ્વિકૃતિને કેવી રીતે જુએ છે. આલિયા ભટ્ટે કહ્યું કે ''તમે ભવિષ્યમાં કેમ જઇ રહ્યા છો? તમારે વર્તમાનમાં રહેવું જોઇએ. ઇમાનદારીથી કહું તો હું અંગે વાત કરવા માંગતી નથી.'' તેમણે કહ્યું કે ''મને શરમ આવે છે, પરંતુ હું મારા પિતાને પ્રેમ કરું છું અને તે કંઇપણ કહે છે કે તે મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે, પરંતુ હું આ અંગે કંઇ વાત કરવા માંગતી નથી.''
તેમને પૂછવામાં આવ્યું કે જાહ્નવી અને સારાના આવ્યા બાદ તેમને 'સીનિયર' કહેવામાં આવતાં કેવું લાગે છે. તેના પર તેમણે કહ્યું કે 'હું સીનિયર નથી. જો તમે તેને સીનિયર કહો છો, તો હું તેમના માટે સીનિયર છું પરંતુ મને લાગે છે કે અમારી વચ્ચે એવો કોઇ ફરક છે તે અને તે મારાથી ખૂબ નાની છે.''
(ઇનપુર IANS માંથી)