નવી દિલ્હી: રોકિંગ સ્ટાર યશ અને સંયજ દત્ત સ્ટારર ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કેજીએફ અને રોકી ભાઈની તેના પર રાજ કરવાની સ્ટોરી દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં રોકીની ટક્કર અધીરા સાથે થશે, જે પોતાના કેજીએફને પાછું લઈ રહ્યો છે. આ ફિલ્મનો પહેલો ભાગ 2018 માં રિલીઝ થયો હતો અને ત્યારથી સીક્વલની રાહ ફેન્સ જોઈ રહ્યા છે. એવામાં અમે તમને જણાવી રહ્યા છે કેજીએફની ઓરિજનલ સ્ટોરી શું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે કેજીએફનો ઓરિજનલ ઇતિહાસ
કેજીએફનું આખું નામ કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ છે. જે કર્ણાટકના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં સ્થિત એક જગ્યા છે. બેંગ્લોરના પૂર્વમાં બેંગ્લોર ચેન્નાઈ એક્સપ્રેસવેથી 100 કિલોમીટર દૂર કેજીએફ ટાઉનશિપ છે. આ જગ્યાનો ઇતિહાસ ખુબજ જુનો અને દિલચસ્પ રહ્યો છે.


એક રિપોર્ટ અનુસાર, 1871 માં બ્રિટિશ સૈનિક માઈકલ ફિટ્જગેરાલ્ડ લેવેલીએ 1804 માં એશિયાટિક જર્નલમાં છપાયેલા ચાર પાનાના એક આર્ટિકલને વાંચ્યો હતો. જેમાં કોલારમાં મળી આવતા ગોલ્ડ વિશે જણાવવામાં આવ્યું હતું. આ આર્ટિકલને વાંચ્યા બાદ કોલારમાં લેવેલીની દિલચસ્પી વધી. આ ટોપિકને વાંચતા લેવલીના હાથમાં બ્રિટિશ સરકારના લેફ્ટેનેન્ટ જોન વોરેનનો એક આર્ટિકલ લાગ્યો. લેવેલીને મળેલી જાણકારી અનુસાર, 1799 ના શ્રીરંગપટ્ટનમના યુદ્ધમાં અંગ્રેજોએ ટીપુ સુલ્તાનને ઠાર મારી કોલાર અને તેની આસપાસનો વિસ્તાર પોતાના કબજામાં કર્યો હતો. તેના થોડા સમય બાદ અંગ્રેજોએ આ જમીન મૈસૂર રાજ્યને આપી દીધી હતી. જો કે, કોલારની જમીનને સર્વે માટે તેમણે પોતાની પાસે જ રાખી હતી.


ચોલ સામ્રાજ્યમાં લોકો જમીનને હાથથી ખોદીને ગોલ્ડ બહાર કાઢતા હતા. વોરેને ગોલ્ડ વિશે તેમને જાણકારી આપનારને ઇનામ આપવાની જાહેરાત કરી હતી. તે જાહેરાતના થોડા દિવસ બાદ એક બળદગાડામાં કેટલાક ગ્રામજનો વોરેન પાસે પહોંચ્યા. તે બળદગાળામાં કોલાર વિસ્તારની માટી ચોંટેલી હતી. ગ્રામજનોએ વોરેન સામે માટી ધોઈને હટાવી, તો તેમાંથી સોનાના અંશ મળ્યા હતા. વોરેને ત્યારબાદ તેની તપાસ શરૂ કરી. તો તેને જાણવા મળ્યું કે, કોલારના લોકોના હાથેથી ખોદી સોનું કાઢવાના કારણે 56 કિલો માટીમાંથી થોડું જ સોનું કાઝી શકાતું હતું. એવામાં ટેકનીકની મદદથી વધુ સોનું બહાર કાઢી શકાય તેવો આઇડીયા આવ્યો હતો.


કેજીએફ હતું પહેલું વીજળી મેળવનાર શહેર
1804 થી 1860 વચ્ચે આ વિસ્તારમાં ઘણા રિસર્ચ અને સર્વે થયા. પરંતુ એગ્રેજી સરકારને તેમાંથી કંઈ મળ્યું નથી. આ રિસર્ચના કારણે કેટલાક લોકએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. ત્યારબાદ ત્યાં થતા ખોદકામ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 1871 માં વોરેનના રિપોર્ટને વાંચી લેવેલીના મનમાં કોલારને લઇને દિલચસ્પી વધી. લેવેલીએ બળદગાડામાં બેસી બેંગ્લોરથી કોલાર વચ્ચેનું 100 કિલોમીટરનું અંતર કાપ્યું. ત્યાં લગભગ બે વર્ષ રિસર્ચ કર્યા બાદ 1873 માં લેવેલીએ મેસુરના મહારાજ પાસે તે જગ્યા પર ખોદકામ કરવાની મંજૂરી માંગી હતી.


લેવેલીએ કોલાર ક્ષેત્રમાં 20 વર્ષ સુધી ખોદકામ કરવાનું લાયસન્સ લીધું હતું. ત્યારબાદ 1875 માં ત્યાં કામની શરૂઆત થઈ. પહેલા કેટલાક વર્ષો સુધી લેવેલીનો મોટાભાગનો સમય પૈસા ભેગા કરવા અને લોકોને કામ કવા માટે તૈયાર કરવામાં જતો રહ્યો. ઘણી મુશ્કેલીઓ બાદ કોલાર ગોલ્ડ ફિલ્મ એટલે કે કેજીએફમાંથી સોનું કાઢવાનું કામ શરૂ થયું. કેજીએફની ખાણોમાં પહેલા લાઈટની વ્યવસ્થા મસાલ અને માટીના તેલથી સળગતી લાલટેનથી કરવામાં આવતું હતું. પરંતુ તે પૂરતું ન હતું. તેથી ત્યાં વીજળીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ રીતે કેજીએફ વીજળી મેળવનાર ભારતનું પહેલું શહેર બન્યું.


કોલાર ગોલ્ડ ફીલ્ડની વીજળીની જરૂરીયાત પૂર્ણ કરવા માટે ત્યાંથી 130 કિલોમીટર દૂર કાવેરી વીજળી કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. જાપાન બાદ આ એશિયાનો બીજો સૌથી મોટો પ્લાન્ટ છે. વીજળી પહોંચ્યા બાદ કેજીએફમાં સોના માટે ખોદકામ વધારવામાં આવ્યું. ત્યાં ખોદકામ કરવા માટે સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો. જેના કારણે 1902 આવતા આવતા કેજીએફ ભારતનું 95 ટકા સોનું નિકળવા લાગ્યું. જેના કારણે 1905 માં સોનાના ખોદકામ મામલે ભારત દુનિયામાં છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયું હતું.


છોટા ઇંગ્લેન્ડ કહેવાતી હતી આ જગ્યા
કોલાર ગોલ્ડ ફીલ્ડ ઉર્ફ કેજીએફમાં સોનું મળ્યા બાદ ત્યાંની સૂરત જ બદલાઈ ગઈ હતી. તે સમયે બ્રિટિશ સરકારના અધિકારીઓ એન્જિનિયર ત્યાં પોતાનું ઘર બનાવવા લાગ્યા. લોકોને ત્યાંનો માહોલ ખુબ જ પસંદ આવવા લાગ્યો, કેમ કે તે જગ્યા ઠંડી હતી. ત્યાં જે રીતે બ્રિટિશ અંદાજથી ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું, તે જોતા એવું લાગી રહ્યું હતું કે તે ઇંગ્લેન્ડ જ છે. ડેક્કન હેરાલ્ડના જણાવ્યા અનુસાર, તેના કારણે કેજીએફને છોટા ઇંગ્લેન્ડ પણ કહેવામાં આવતું હતું.


કેજીએફમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે બ્રિટિશ સરકારે ત્યાં એક તળાવનું નિર્માણ કર્યું. ત્યાંથી કેજીએફ સુધી પાણીની પાઈપલાઈનની વ્યવસ્થા કરવામાં આવી. આગળ જતાં આ તળાવ કેજીએફનું આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું. એવામાં લોકો ત્યાં ફરવા આવવા લાગ્યા હતા. સાથે જ સોનાની ખાણના કારણે આસપાસના રાજ્યોમાંથી ત્યાં મજૂરો આવી કામ કરવા લાગ્યા હતા. વર્ષ 1930 બાદ આ જગ્યા પર 30 હજાર મજૂરો કામ કરતા હતા.


ભારતના હાથમાં આવી ઠપ્પ થયું કેજીએફ
દેશને જ્યારે આઝાદી મળી, તો ભારત સરકારે આ જગ્યાને પોતાના કબજામાં લીધી હતી. તેના લગભગ એક દાયકા બાદ 1956 માં આ ખાનને રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 1970 માં ભારત સરકારની ભારત ગોલ્ડ માઈન્સ લિમિટેડ કંપનીએ ત્યાં કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં સફળતા મળ્યા બાદ સમય સાથે કંપનીને ફાયદો ઓછો થવા લાગ્યો. 1979 પછી તો આ કંપની પાસે તેમના મજૂરોને આપવા માટે પૈસા પણ ન હતા. કજીએફનું પ્રદર્શન 80 ના દાયકાથી ખરાબ થતું ગયું. એક સમય એવો પણ આવ્યો જ્યારે ત્યાંથી સોનું કાઢવામાં જેટલા પૈસા ખર્ચ થતા હતા, તે સોનાની કિંમતથી પણ વધારે હતા. જેના કારણે 2001 માં ભારત ગોલ્ડ માઈન્સ લિમિટેડ કંપનીએ ત્યાંથી સોનાનું ખોદકામ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદથી આ જગ્યા એક ખંડેર બની ગઈ. માનવામાં આવે છે કે, કેજીએફમાં આજે પણ સોનું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube