મુંબઈ : બોલિવૂડ એક્ટ્રર ગોવિંદા એક સમયે કોમેડી કિંગ ગણાતો હતો. થિયેટરમાં તેની ફિલ્મો મહિનાઓ સુધી હાઉસફુલ રહેતી હતી. આજે પરિસ્થિતિ સદંતર બદલાઈ ગઈ છે. હવે જ્યારે ગોવિંદાની ફિલ્મ રિલિઝ થાય છે ત્યારે બહુ ઓછા લોકોને આ વાતની જાણ થતી હોય છે. ગોવિંદા અને વરૂણ શર્માની ફિલ્મ 'ફ્રાઇ ડે' 25 મેના દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મની રિલીઝમાં હવે એક જ દિવસની વાર છે ત્યારે આ ફિલ્મની ખાસ કોઈ ચર્ચા નથી. છેલ્લા કેટલાક દિવસથી ગોવિંદાનો કરિયર ગ્રાફ ઝપાટાભેર નીચે જઈ રહ્યો્ છે. જોકે ગોવિંદાની કરિયર પર એક નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે ગોવિંદાએ ત્રણ એવી મોટી ભુલ કરી છે જેણે તેને હીરોમાંથી ઝીરો બનાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં 70 હજાર ભારતીયોની નોકરી પર લટકી તલવાર !


1. લેટલતીફી : ગોવિંદા નિયમિત રીતે પોતાના સેટ પર મોટો પહોંચવા માટે કુખ્યાત હતો. તેની આ કુટેવને કારણે ડિરેક્ટર અને કો-સ્ટાર્સ બહુ નારાજ થઈ જતા હતા. તેને વારંવાર સમજાવવામાં આ્વ્યો હોવા છતાં તે માત્ર પોતાની જ સગવડ પ્રમાણે જ સેટ પર આવતો હતો. માનવામાં આવે છે કે જે ડિરેક્ટર એકવાર ગોવિંદા સાથે કામ કરતો હતો તે ભવિષ્યમાં તેની સાથે ક્યારેય કામ ન કરવાના સમ ખાઈ લેતો હતો.
2. કિંગમેકર સાથે ઝઘડો : ગોવિંદાની મોટાભાગની સુપરહીટ ફિલ્મો ડેવિડ ધવન સાથે હતી. ડેવિડ અને ગોવિંદાની જોડીને જબરદસ્ત સફળતા મળી હતી. જોકે પછી બંને વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો હતો. આ સંજોગોમાં ડેવિડ ધવને પછી ગોવિંદાને કામ આપવાનું બંધ કરી દીધું. હાલમાં ડેવિડ ધવન પોતાના દીકરા વરૂણ ધવનને પ્રમોટ કરી રહ્યા છે. 
3. ફિટનેસ પ્રત્યે દુર્લક્ષ : ગોવિંદાએ ક્યારેય પોતાની ફિટનેસને મહત્વ નથી આપ્યું જેના કારણે તેનો લુક ખરાબ થઈ ગયો અને અપીલ ઓછી થઈ ગઈ. આ કારણોસર પણ ગોવિંદાને ધીરેધીરે કામ મળતું બંધ થઈ ગયું.