નવી દિલ્હી: ફેમસ ટીવી શો 'અનુપમા' (Anupama) માં હાલ અનુપમા (Rupali Ganguli) ની જીંદગીમાં વાવાઝોડું આવ્યું છે. આખો શાહ પરિવાર બે ભાગોમાં વહેંચાયેલું છે. જ્યાં બા, વનરાજ, કાવ્યા અને પારિતોષ અનુપમાના વિરોધમાં છે, તો બાપૂજી, કિંજલ, સમર અને નંદની તેની સાથે છે. એવામાં વનરાજ  (Shudhanshu Panday) અને કાવ્યા (Madalsa Sharma) માટે બાની સાથે સૌથી મોટી હિંમત છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે બા ( Alpana Buch) અને અનુપમામાં ફરી સમાધાન થઇ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બધાને મળીને કર્યો ડાન્સ
જોકે, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં બા, અનુપમા, પાખી, મામજી અને તોષૂ ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયોમાં ફરીથી બા અને અનુપમા વચ્ચેનું બોન્ડીંગ જોવા મળે રહ્યું છે. ત્યારબાદ લોકોને લાગી રહ્યું છે કે ફરી એકવાર કાવ્યા અને વનરાજ એકલા જ રહેવાના છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ વીડિયો શોનો નથી પરંતુ રિયલ લાઇફનો છે. રવિવરે બાનું પાત્ર ભજવનાર અભિનેત્રી અલપ્ના બુચ  (Alpana Buch) નો બર્થડે છે. આ વીડિયોમાં તમામ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Jio નો ધાંસૂ પ્લાન, વધુ ડેટા સાથે મળશે Netflix-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શન


મસ્તીએ જીત્યું દિલ
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કારણ કે બધા ઇચ્છે  છે કે બા, અનુપમાનો સાથ આપે, જોકે રાહતની વાત એ છે સ્ક્રીન પર ભલે કલાકાર લડતા જોવા મળતા હોય પરંતુ રિયલ લાઇફમાં તે એકબીજાને પ્રેમ કરે છ. 


શું થશે શોમાં આગળ
વનરાજ (Sudhanshu Pandey) આમ પણ અનુજ-અનુપમા (Anuj - Anupama) ની ડીલ ખૂબ પરેશાન છે અને તેને કંઇક સુઝતું નથી. હાલ વનરાજની હાલત કોઇ હારેલા વ્યક્તિ જેવી છે, તે અનુજ (Anuj Kapadia) ની બરાબરી તો દૂર તેની આસપાસ પણ ઉભેલો જોવા મળી રહ્યો નથી. એવામાં રાખી દવે વનરાજની સામે ઓફર રાખશે. તો કહેશે કે બંને મળીને અનુજ-અનુપમાના બિઝનેસ પ્લાનને ફેલ કરવામાં લાગી જાય છે. સાથે જ કહેશે કે તે તેમાં મદદ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube