14 વર્ષની ઉંમરમાં કર્યું હતું ડેબ્યૂ , પ્રેગ્નેંસી બરબાદ કરી નાખ્યું કેરિયર, છૂટાછેડા બાદ આ કામ કરી રહી છે રીના રોય
રીના રોય (Renna Roy)એ 14 વર્ષની ઉંમરમાં બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. 1972 માં તેમની પ્રથમ ફિલ્મ જરૂર રિલીઝ થઇ. આ ફિલ્મ ખૂબ ચર્ચામાં રહી.
નવી દિલ્હી: રીના રોય (Renna Roy) 70-80 ના દાયકાની ચર્ચિત અભિનેત્રી રહી છે. એક સમયે તે સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી બની ગઇ હતી. રેખા (Rekha) અને હેમા માલિની (Hema Malini) જેવી અભિનેત્રીઓની વચ્ચે તેમણે પોતાની એક આગવી ઓળખ બનાવી હતી. પરંતુ લગ્ન અને પ્રેગ્નેંસીએ શત્રુધ્ન સિન્હા (Shatrughan Sinha) ની ખાસ મિત્ર રીના રોયના કેરિયરને બરબાદ કરી નાખ્યું.
રીના રોય (Renna Roy)એ 14 વર્ષની ઉંમરમાં બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. 1972 માં તેમની પ્રથમ ફિલ્મ જરૂર રિલીઝ થઇ. આ ફિલ્મ ખૂબ ચર્ચામાં રહી. આ ફિલ્મમાં રીના રોય (Renna Roy)એ ખૂબ બોલ્ડ ને ઇંટિમેન્ટ સીન આપ્યા હતા.
રીના રોય (Renna Roy) ને સાચી સફળતા ત્યારે મળી જ્યારે 1976 માં કાલીચરણ ફિલ્મ રિલીઝ થઇ. આ ફિલ્મમાં રીના રોયની સાથે શત્રુઘ્ન સિન્હા હતા. અહીં બંને વચ્ચે જે સંબંધ બન્યો તે લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો. વાત ત્યાં સુધી પહોંચી ગઇ કે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા.
Alia Bhatt આ પરણિત એક્ટરને માનતી હતી બેસ્ટ કિસર, આપ્યા હતા 10 માંથી 10 પોઇન્ટ
જો કે શત્રુધ્ન સિન્હા (Shatrughan Sinha)એ રિના રોયને છોડી પૂનમ સિન્હા સાથે લગ્ન કરી લીધા. તૂટ તૂટી જતાં રીના રોયે પણ ત્રણ વર્ષ પછી પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કરી લીધા.
લગ્ન પછી રીના રોય પ્રેગ્નેંટ થઇ ગઇ. 1985 માં તેમણે પુત્રીને સનમને જન્મ આપ્યો. પ્રેગ્નેંસી બાદ રીના રોયે ફિલ્મોને અલવિદા કહી દીધું.
Nutan ની પૌત્રીને રહી જશો દંગ, જોઇને કહેશો દાદીની કોપી લાગે છે
ફિલ્મોમાંથી ગયા બાદ રીના રોયની અંગત જીંદગી પણ કંઇ ખાસ ન રહી. 1990 માં તેમના પતિ સાથે છુટાછેડા થઇ ગયા. છુટાછેડા બાદ રીના રોય (Renna Roy) ને પુત્રીની કસ્ટડી મળી.
રીના રોય (Renna Roy) અત્યારે પુત્રી સાથે રહે છે. પોતાની એક્ટિંગના શોખને પુરો કરવા માટે તે મુંબઇમાં જ એક્ટિંગ સ્કૂલ ચલાવે છે. તમને જણાવી દઇએ કે છુટાછેડા બાદ રીના રોય (Renna Roy)એ ફરીથી ક્યારેય લગ્ન કર્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube