ઝી બ્યૂરો, અમદાવાદઃ ફિલ્મ અભિનેત્રી રેખાનો અમિતાભ બચ્ચન પ્રત્યેનો પ્રેમ તો જગજાહેર છે. જોકે, તમને નહીં ખબર હોય કે રેખાના અમિતાભ ઉપરાંત પણ ઘણાં સ્ટાર્સ સાથે અફેર ચર્ચામાં રહ્યાં છે. એમાંય એક એવા સ્ટાર પર રેખાનું દિલ આવી ગયું જે તેના કરતા 13 વર્ષ નાનો છે. રેખા જીવની અનેક કહાનીઓમાં એક એ કહાની પણ ઘણી રોચક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલીવુડમાં ઘણી સુંદર એક્ટ્રેસ આવી અને ગઈ પરંતુ રેખાની સુંદરતાનો મુકાબલો કોઈ કરી શક્યું નહીં. 65 વર્ષની ઉંમરમાં પણ રેખા કોઈપણ અભિનેત્રીને ટક્કર આપે છે. જેમ-જેમ રેખાની ઉંમર વધતી જઈ રહી છે, તેમ-તેમ તેની સુંદરતામાં પણ વધારો થઇ રહ્યો છે. રેખા એક એવી અભિનેત્રી છે, જે સમયની સાથે સાથે વધારે સુંદર બની રહી છે. રેખા પર ફિલ્માવવામાં આવેલ ગીત “ઇન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈ” તેમના પર બિલકુલ ફિટ બેસે છે. તેમની સુંદરતાનાં દિવાના ફક્ત મોટી ઉંમરના જ લોકો નથી, પરંતુ યંગસ્ટર્સ પણ છે.


Corona કરતા પણ ભયંકર હતી આ બીમારીઓ, દર 100 વર્ષે દુનિયામાં આવે છે નવી મહામારી


રેખાનો અમિતાભ બચ્ચનની સાથેનો પ્રેમ જગજાહેર છે. આ ઉપરાંત રેખાનું નામ વિનોદ મહેરા, રાજ બબ્બર અને સંજય દત્ત જેવા અભિનેતાઓ સાથે પણ જોડાઇ ચુક્યુ છે. પરંતુ કહેવામાં આવે છે કે રેખાનું દિલ એક વખત પોતાનાથી 13 વર્ષ નાના એક્ટર અને આજના સુપરસ્ટાર અક્ષય કુમાર ઉપર પણ આવી ગયું હતું. રેખા અને અક્ષય કુમારની પ્રેમ કહાની પણ ખુબ રોચક છે.



કહેવામાં આવે છે કે જ્યારે રેખા અક્ષય કુમાર પર ફિદા થઈ ગઈ હતી, ત્યારે અક્ષય કુમાર બોલીવુડ અભિનેત્રી રવીના ટંડન સાથે સંબંધોમાં હતા. અક્ષયકુમારની ફિલ્મ ખેલાડીઓ કા ખેલાડીમાં રેખાએ મેડમ માયાનો રોલ કર્યો હતો જે તે સમયે ખુબ વખણાયો હતો. આ ફિલ્મમાં રવીના ટંડન રેખાની નાની બહેનનો રોલ કરે છે. અને તેને અક્ષયકુમાર સાથે લીડ એકટ્રેસ તરીકે રાખવામાં આવી હતી. જોકે, આ જ ફિલ્મમાં ખેલાડીકુમાર અને રેખા એકબીજાની નજીક આવ્યાં. કહેવામાં આવે છેકે, ખેલાડીઓ કા ખેલાડી ફિલ્મના શૂટિંગ દરમ્યાન જ રેખા અક્ષયકુમાર પર રીતસરની મોહી ગઈ હતી. અક્ષય પર ફિદા થઈને રેખાએ પોતાનું દિલ આપી દીધું. 


અક્ષય અને રેખાની ઉંમર વચ્ચે 13 વર્ષનું અંતર હતું. રેખા અક્ષય કુમાર કરતા 13 વર્ષ મોટી હતી, તેમ છતાં પણ તે અક્ષય પર ફિદા થઇ ગઇ હતી. કહેવામાં આવું પણ આવે છેકે, આ ફિલ્મ બાદ રેખા અને અક્ષય વચ્ચે ઘટતા અંતરને જોઈને રવીના ટંડનનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. એટલું જ નહીં આ સમાચાર સામે આવતા ભારે હંગામો પણ મચ્યો હતો. બસ ત્યાર બાદ જ અક્ષયકુમાર અને રવીના ટંડનના પ્રેમ સંબંધનો અંત આવી ગયો. અને એના પછી રેખા અને અક્ષયકુમાર વચ્ચેનો સંબંધ પણ કંઈ ખાસ ટક્યો નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube