Rekha and Amitabh Bachchan Relationship: બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી રેખાનો આજે 69મો જન્મદિવસ. રેખાનો જન્મ આ દિવસે 10 ઓક્ટોબર 1954ના રોજ થયો હતો. લેજન્ડ અભિનેત્રીની ફિલ્મી કરિયર ટોપ ક્લાસની રહી પરંતુ તેમની પર્સનલ લાઈફ ખુબ ઉતાર ચડાવવાળી રહી. અભિનેત્રી જ્યારે એકવાર સિમી ગરેવાલના ઈન્ટરવ્યુ શોમાં પહોંચ્યા તો ત્યારે તેમણે પોતાના જીવનના અનેક વણઉકેલ્યા રહસ્યો ખોલ્યા હતા. જેમણે ફેન્સને શોક કરી દીધા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેખાએ તેની ફિલ્મી કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં - સિલસિલા, ઉમરાવ જાન, ખૂન ભરી માંગ, દો અંજાને, ઉત્સવ, સુહાગ વગેરેનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેખાએ બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જો કે, આજે અમે તમને રેખાના જીવન સાથે જોડાયેલી એક ખૂબ જ રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છીએ.


જ્યારે રેખાએ દારૂ પીવાની આદતનો કર્યો હતો ખુલાસો-
લેજન્ડ અભિનેત્રી રેખાની ફિલ્મી કરિયર ટોપ ક્લાસની રહી પરંતુ તેમની પર્સનલ લાઈફ ખુબ ઉતાર ચડાવવાળી રહી . રેખા જ્યારે એકવાર સિમી ગરેવાલના ઈન્ટરવ્યુ શોમાં પહોંચી તો ત્યારે તેમણે પોતાના જીવનના અનેક વણઉકેલ્યા રહસ્યો ખોલ્યા હતા. જેમણે ફેન્સને શોક કરી દીધા હતા. એન્ટરટેઈન્મેન્ટ રિપોર્ટ્સ મુજબ રેખાને જ્યારે સિમીએ સવાલ કર્યો કે લોકોએ ક્યારેય તેમના દારૂ પીવા વિશે સાંભળ્યું નથી. ત્યારે રેખાએ જવાબ આપ્યો હતો કે 'તેઓ નિશ્ચિત પણે દારૂ પીવે છે અને નિશ્ચિત પણે ડ્રગ્સ પણ લે છે. તેઓ ખુબ ઈમ્પ્યોર છે, તેઓ વાસનાથી ભરેલા છે.'


અમિતાભ સાથેના સંબંધ પર રેખાએ કહી હતી વાત-
અમિતાભ બચ્ચન અને રેખાના સંબંધને લઈને અત્યાર સુધી જેટલી પણ ગોસિપ થાય છે એવું કહેવાય છે કે ફિલ્મ 'દો અનજાને' ના સેટ પર રેખા અને અમિતાભ પહેલીવાર મળ્યા હતા અને પછી બંનેનો પ્રેમ વધ્યો હતો. સિમી ગરેવાલના શોમાં જ્યારે રેખાને અમિતાભ સાથેના સંબંધ અંગે સવાલ કરાયો તો અભિનેત્રીએ કહ્યું કે 'મને અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ, મહિલા-પુરુષ કે બાળક મળ્યા નથી જે મારી મદદ કરી શકે. પણ મેં એવા કોઈપણ માણસ જોયા નથી જે એમને પ્રેમ ન કરતા હોય. દરેક લોકો એમને પ્રેમ કરે છે. તો હું પણ એનાથી બહાર કઈ રીતે રહી શકું. હું પણ એ વાતથી ઈન્કાર કઈ રીતે કરી શકું. શું હું એમના પ્રેમમાં નથી, હું બિલકુલ એમના પ્રેમમાં છું.