69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દાયકાઓથી પોતાની સુંદરતાનો જલવો દેખાડતી રેખા કોઈ ઓળખની મોહતાજ નથી. રેખાનો જન્મ 10 ઓક્ટોબર 1954ના રોજ થયો હતો. રેખાનું અસલ નામ ભાનુરેખા ગણેશન છે. પરંતુ તેને અસલ ઓળખ તો રેખાના નામથી જ મળી. જાણો રેખાના જીવન વિશે કેટલીક અજાણી વાતો...
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દાયકાઓથી પોતાની સુંદરતાનો જલવો દેખાડતી રેખા કોઈ ઓળખની મોહતાજ નથી. રેખાનો જન્મ 10 ઓક્ટોબર 1954ના રોજ થયો હતો. રેખાનું અસલ નામ ભાનુરેખા ગણેશન છે. પરંતુ તેને અસલ ઓળખ તો રેખાના નામથી જ મળી. રેખાએ કરિયરની શરૂઆત માત્ર 4 વર્ષની ઉમરે એક બાળકલાકાર તરીકે કરી હતી. રેખાને ડાન્સ અને સ્પોર્ટ્સ ખુબ ગમતા હતા. તે એરહોસ્ટેસ બનવા માંગતી હતી પરંતુ માતાના કહેવાથી તેણે 14 વર્ષની ઉંમરે લીડ અભિનેત્રી તરીકે પોતાની કરિયર બનાવવાનો નિર્ણય કર્યો. રેખાએ આ દરમિયાન ખુબ સ્ટ્રગલ કરવી પડી.
રેખાની ફિલ્મી સફરની શરૂઆત બહુ સારી નથી રહી. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે ખુબ મહેનત કરવી પડી. જો કે આ દરમિયાન ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કુલજીત પાલની નજર રેખા પર પડી. તેમને રેખાના ફીચર્સ ખુબ પસંદ પડ્યા. આવામાં તેમણે પોતાની ફિલ્મ દો શિકારી રેખાને ઓફર કરી અને પછી રેખા મુંબઈ આવી ગઈ. આ દરમિયાન રખાએ 3 મહિના સુધી હિન્દી બોલવા પર ભાર મૂક્યો. ફિલ્મ દરમિયાન રેખા સાથે કઈક એવું થયું હતુ જેનાથી તે ખુબ ડરી ગઈ હતી. વાત જાણે એમ હતી કે શુટિંગ દરમિયાન રેખાએ અભિનેતા બિસ્વજીત સાથે એક રોમેન્ટિક સીન શૂટ કરવાનો હતો અને આ દરમિયાન ડાયરેક્ટરે કટ કહ્યું જ નહીં, આવામાં બિસ્વજીત રેખાને જબરદસ્તીથી કિસ કરતા રહ્યા, જેનાથી તે ખુબ ડરી ગઈ હતી. જો કે આ અંગે રેખા કશું બોલી ન હતી કારણ કે તેને ડર હતો કે તે કઈ બોલશે તો તેને ફિલ્મમાંથી બહાર કરી દેવાશે. કિસિંગ સીનના કારણે ફિલ્મ પર સેન્સર લાગ્યું હતું અને પછી આ ફિલ્મ 10 વર્ષ બાદ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના કારણે રેખા ચર્ચામાં આવી હતી અને પછી તેને ખુબ ફિલ્મો ઓફર થવા લાગી હતી.
રેખા અને અમિતાભની લવ સ્ટોરી
આ દરમિાયન રેખાનું નામ કિરણ કુમાર અને વિનોદ મહેરા સાથે જોડાયું પરંતુ સૌથી વધુ ચર્ચામાં તેનું અને અમિતાભ બચ્ચનનું અફેર રહ્યું. ફિલ્મ દો અન્જાનેના સેટ પર બંનેની મુલાકાત થઈ અને તેમને પ્રેમ થઈ ગયો. જો કે આ દરમિયાન અમિતાભ પરિણીત હતા. જ્યારે આ વાતની જાણ જયાને થઈ તો અમિતાભ બચ્ચન જ્યારે ઘરે ન હતા ત્યારે તેમણે રેખાને ભોજન પર બોલાવી અને કહ્યું કે હું અમિતને ક્યારેય છોડીશ નહીં. જ્યાની આ વાત સાંભળીને રેખા સમજી ગઈ કે તે અને અમિતાભ ક્યારેય એક થઈ શકશે નહીં. આવામાં રેખા બિગ બીથી દૂર થઈ ગઈ.
રેખાના પતિએ કર્યું સ્યૂસાઈડ
જો કે બાદમાં રેખાએ 1990માં દિલ્હી બેસ્ડ બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કરી લીધા. જો કે લગ્નના 3 મહિના બાદ મુકેશે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. રેખાની બાયોગ્રાફી રેખા ધ અનટોલ્ડ સ્ટોરી જે યાસિર ઉસ્માને લખી છે તેમાં દાવો કરાયો છે કે મુકેશના મોત બાદ રખા તેની સેક્રેટરી ફરઝાના સાથે લિવ ઈન રિલેશનશીપમાં છે. યાસીરે પુસ્તક દ્વારા જણાવ્યું છે કે ફરઝાના જ એક એવી વ્યક્તિ છે જેને રેખાના બેડરૂમ સુધી જવાની મંજૂરી છે. એટલે સુધી કે રેખાની હાઉસ હેલ્પને પણ તેના બેડરૂમ સુધી જવાની મંજૂરી નથી. ફરઝાના જ રેખાની તમામ ચીજોનું ધ્યાન રાખે છે અને તેની સાથે પડછાયાની જેમ રહે છે. જો કે આ ખબરો પર રેખાએ ક્યારેય ચૂપ્પી તોડી નથી.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)