Rekha Films: રેખા 50 વર્ષથી વધુ સમયથી ફિલ્મોમાં કામ કરી રહી છે. તેમણે બોલિવુડની સ્ક્રીન પર તમામ પ્રકારના રોલ કર્યા છે. જેમાંથી કેટલાક ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. તેમાંથી એક દિગ્દર્શક મીરા નાયરની ફિલ્મ કામસૂત્રઃ અ ટેલ ઑફ લવમાં રાસદેવીની ભૂમિકા નિભાવી છે. આંતરરાષ્ટ્રીય નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ ભારતમાં 6 ફેબ્રુઆરી 1998ના રોજ રીલિઝ થઈ હતી. તે એવો સમય હતો જ્યારે બોલિવૂડની ફિલ્મો બોક્સ ઓફિસ પર એક પછી એક ફ્લોપ થઈ રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેક્ષકોને થિયેટરોમાં લાવવા માટે વિતરકો અને પ્રદર્શકો સામે કટોકટી હતી. આવી સ્થિતિમાં જ્યારે મીરા નાયરની ફિલ્મ આવી ત્યારે ઘણા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કામસૂત્રઃ અ ટેલ ઓફ લવ આ પહેલા વિશ્વના ઘણા દેશોમાં રિલીઝ થઈ હતી અને તેની પ્રશંસા થઈ હતી. પરંતુ 16મી સદીના રાજા-રજવાડાઓની કહાની કહેતી આ ફિલ્મમાં જે રીતે વાત્સાયનના કામસૂત્રને નગ્ન દ્રશ્યોમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની ઘણી ચર્ચા થઈ હતી. 



ઘણા કટ બાદ આ ફિલ્મને સેન્સર બોર્ડે પાસ કરી. તેમ છતાં ઘણું બાકી હતું. આ ફિલ્મ મૂળ અંગ્રેજીમાં હતી, જેને હિન્દીમાં ડબ કરવામાં આવી હતી. ફિલ્મમાં રેખાએ એક લવ-ગુરુની ભૂમિકા ભજવી હતી જે તેના આશ્રમમાં યુવતીઓને પુરુષોને કેવી રીતે પ્રેમ કરવો તે શીખવે છે. ફિલ્મના નિર્માણ દરમિયાન જ રેખાના નામની વિવિધ ચર્ચાઓ થઈ હતી અને એવું પણ કહેવાતું હતું કે તે ફિલ્મમાં બોલ્ડ સીન્સમાં જોવા મળશે.


પણ એવું કંઈ નહોતું. રેખાના કરિયરની આ પહેલી અંગ્રેજી ફિલ્મ હતી. ખેર, આજ સુધી ભારતીય સિનેમાના પડદા પર આનાથી વધુ બોલ્ડ કોઈ ફિલ્મ આવી નથી, એ જમાનામાં આ ફિલ્મનો ક્રેઝ માત્ર યુવાનોમાં જ નહોતો. તેના દરેક વય જૂથના દર્શકો હતા. ખાસ વાત એ છે કે મહિલાઓ પણ આ ફિલ્મને લઈને ઉત્સુક હતી અને તેઓ પણ જોવા માંગતી હતી. જો કે, જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પ્રથમ ત્રણ-ચાર દિવસમાં સારો પ્રતિસાદ મળ્યો હોવા છતાં સિનેમા હોલમાં મહિલાઓની સંખ્યા શૂન્ય બરાબર હતી.


શરૂ થયો લેડીઝ સ્પેશિયલ શો
મુંબઈના ડિસ્ટ્રિબ્યુટર બાલકૃષ્ણ શ્રોફે પછી એક નવતર રસ્તો શોધી કાઢ્યો અને ચોથા દિવસે કામસૂત્રઃ અ ટેલ ઑફ લવ ફોર વુમનનો અલગ શો કરવાનું નક્કી કર્યું. મુંબઈ અને તેના ઉપનગરોમાં દરરોજ લગભગ 10 થી 12 થિયેટરોમાં ફક્ત મહિલાઓ માટે જ ફિલ્મનો ત્રણ વાગ્યે શો યોજાયો હતો. આ યોજના કામ કરી ગઈ. 


મુંબઈમાં મહિલા સ્પેશિયલ શોના સમાચાર દેશભરમાં ફેલાઈ ગયા અને અન્ય વિસ્તારોમાં ડિસ્ટ્રિબ્યુટર્સ અને થિયેટર માલિકોએ તેનું અનુકરણ કર્યું. તે દિવસોમાં મોટા શહેરોમાં મહિલાઓ માટે રાખવામાં આવેલા ખાસ શો મોટા પ્રમાણમાં જોવા મળતા હતા. નોન સ્ટારર અને ગીતો વગરની કામસૂત્ર: અ ટેલ ઓફ લવની બમ્પર ઓપનિંગ રહ્યું અને વિતરકોએ સારી કમાણી કરી.


આસ્થા ફિલ્મમાં ઓમ પુરી અને રેખા પતિ પત્નીનું પાત્ર ભજવી રહ્યા હતા. આ ફિલ્મમાં બંનેના ઈન્ટીમેટ સીન પણ હતા. ફિલ્મના એક ઈન્ટીમેટ સીનની ખૂબ જ ચર્ચા કરવામાં આવી હતી. આ ફિલ્મના શુટીંગ અંગે ચોંકાવનારા રિપોર્ટ્સ સામે આવ્યા હતા. આ રિપોર્ટ્સ અનુસાર ઓમ પુરી અને રેખાએ ખુરશી પર એક ઈન્ટીમેટ સીન કરવાનો હતો. શુટીંગ સમયે બંને આ સીનમાં એટલા ખોવાઈ ગયા હતા કે, ખુરશી તૂટી ગઈ હતી. સેટ પરથી જાણવા મળ્યું હતું કે, આ સીન હકીકત કરતા વધુ ઈન્ટીમેટ હતો.