નવી દિલ્હીઃ બોલીવુડ ખુબ વિવાદોથી ભરેલું છે તે સૌ જાણે છે અને ખાસ કરીને રોમેન્ટિક અને દુ:ખભરી પ્રેમ કહાનીઓ પણ એટલી જ ચર્ચિત છે. રેખા (Rekha) ને બોલીવુડની સૌથી શાનદાર એક્ટ્રેસમાંથી એક માનવામાં આવે છે. તેઓ પોતાની લવ સ્ટોરીના કારણે હંમેશા ચર્ચામાં રહી છે. વર્ષો બાદ પણ રેખાની ઘણી મોટી ફેન ફોસોઈંગ છે. ત્યારે રેખા(Rekha)નો એક એવો પ્રેમ પ્રસંગ છે જેને એક સમયે સૌનું ધ્યાન ત્યાં ખેચ્યું હતું. તે છે રેખાનો વિનોદ મેહરા (Vinod Mehra) સાથેનો પ્રેમ સબંધ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પરિવારે ન કર્યો સ્વીકાર:
કહેવાય છે કે, વિનોદ મેહરા રેખાને ખૂબ જ પ્રેમ કરતાં હતા. પરંતુ એક્ટરના પરિવારે એક્ટ્રેસને અપનાવવાની મનાઈ કરી હતી. વિનોદ મેહરાની માતાને સાથી કલાકાર સાથે પોતાના પુત્રનો સબંધ મંજૂર ન હતો. 


વિનોદની માતાએ રેખાનું કર્યું હતું અપમાન:
વિનોજ મેહરા અને રેખાએ કોલકાતામાં લગ્ન કર્યા હોવાની જાણકારી મળી હતી. અભિનેતા રેખાને તેમની માતા સાથે મળવા લઈ ગયા પરંતુ વિનોદની માતાએ રેખા પર ગુસ્સો કર્યો અને તેમનું અપમાન કર્યું હતું. વિનોદ મેહરાની માતાએ રેખાને મારવા માટે પોતાનું ચપ્પલ પણ ઉઠાવ્યું હતું. વિનોદ મેહરાએ પોતાની માતાને ખુશ કરવાની મનાવવાની ઘણી કોશિશ કરી પરંતું તે માન્યા નહીં અને અભિનેત્રીનું અપમાન કરતા રહ્યા. ત્યારે વિનોદ મેહરાના ઘરથી રડતા રડતા રેખા બહાર જતી રહી હતી.


આ પછી પણ રહ્યો સાથ:
આ અપમાનજનક ઘટના બાદ પણ રેખા અને વિનોદ મેહરા સંપર્કમાં રહ્યા હતા અને બંનેએ સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. તે પછી વિનોદ મેહરાએ 1988માં કિરણ સાથે લગ્ન કર્યા હતા. 


રેખાએ કહી હતી ઘટના:
1973માં એક ઈન્ટરવ્યૂમાં રેખાએ વિનોદ મેહરાની માતા વિશે વાત કરતા કહ્યું હતું કે, વિનોદની માતા માટે હું માત્ર એક અભિનેત્રી નથી પણ એક બદનામ અભિનેત્રી છું. જેનું એક ખરાબ ભૂતકાળ છે.