નવી દિલ્હી: બોલિવુડ અભિનેત્રી રેખા પોતાના સમયની હિટ અને સક્સેસફુલ અભિનેત્રી રહી છે. રેખાનું અસલી નામ ભાનુરેખા ગણેશન છે. તેનો જન્મ 10 ઓક્ટોબર 1954માં થયો હતો. બોલિવુડ ફિલ્મોની રેખા બેસ્ટ અભિનેત્રી રહી છે. રેખાની આંખોના તો આજે પણ ના જાણે કેટલા લોકો દિવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેખાએ પોતાના અભિનયની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટથી શરૂ કરી. તેલુગુ ફિલ્મ Rangula Ratnam માં તે નજરે પડ્યા હતા. રેખા બાળપણથી જ સુંદરતામાં ટોચ પર હતી. રેખાએ વર્ષ 1970માં હિન્દી ફિલ્મ 'સાવન ભાદો'થી ડેબ્યૂ કર્યું હતું. 12 વર્ષ પહેલા એટલે કે 2010માં રેખાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.


રેખાના પરિવારની વાત કરીએ તો તેની માતાનું નામ પુષ્પાવલી અને પિતાનું નામ જેમિની ગણેશન હતું. એવું કહેવાય છે કે જ્યારે રેખાનો જન્મ થયો ત્યારે તેના માતા-પિતાએ લગ્ન કર્યા ન હતા. રેખાના માતા-પિતા દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા તરીકે જાણીતા હતા. રેખાના પિતાના ત્રણ મહિલાઓ સાથે સંબંધ હતા. રેખા સહિત સાત બહેનો અને એક ભાઈ હતા. રેખાનું દરેક બહેન સાથેનું બોન્ડિંગ અદ્ભુત રહ્યું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube