મુંબઈ : બોલિવૂડ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં રહે છે અને તેઓ બહુ જલ્દી લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હોવાના સમાચાર છે. જોકે હાલમાં રણબીર અને સોશિયાલિસ્ટ તેમજ ફેશનિસ્ટાર નતાશા પુનાવાલા (Natasha poonawalla) ઝડપથી વધી રહેલી મિત્રતા ચર્ચાનો મુદ્દો બની છે. રિપોર્ટ પ્રમાણે નતાશા અને રણબીરની કઝીન કરીના કપૂર ખાસ મિત્રો છે અને આ રસ્તે જ નતાશા મિત્રના કઝિન રણબીરની બહુ નજીક આવી ગઈ છે. નતાશા અને રણબીર બંને અનેક પાર્ટીમાં એકસાથે જોવા મળી રહ્યા છે. નતાશા બિલિયોનર આદર પુનાવાલાની પત્ની છે પણ હાલમાં તે રણબીર સાથેના સંબંધોને કારણે ચર્ચાસ્પદ બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

KGF Chapter 2: કેજીએફ 2ના ફર્સ્ટ લુકનું પોસ્ટર થયું રિલીઝ, દમદાર અંદાજ જોવા મળ્યો યશ


પત્ની ગૌરીએ શાહરૂખની એક સિક્રેટ આદતનો કર્યો ખુલાસો, કોઈને કાનોકાન નહોતી ખબર


કરિયરની વાત કરીએ તો રણબીર હાલમાં પોતાના આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. વારાણસીના ઘાટથી તેમના શૂટિંગની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે અને એને અયાન મુખરજી ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર અને આલિયા સિવાય અમિતાભ બચ્ચન, નાગાર્જુન, ડિમ્પલ કાપડિયા અને મૌની રોય પણ કામ કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક