મુંબઈ : કેટરિના કૈફ (Katrina Kaif) અને વિક્કી કૌશલ (Vicky Kaushal) થોડા દિવસોથી પોતાની અંગત લાઇફને લઇને ચર્ચામાં છે. કેટરિના અને વિક્કી ડેટ કરી રહ્યા હોવાની વાત ઘણા સમયથી થઇ રહી છે. આ યુગલ વારંવાર જાહેરમાં સાથે દેખાય છે. જોકે બન્ને જણાએ પોતાનો સંબંધ જાહેરમાં સ્વીકાર કર્યો નથી. કેટરિના અને વિક્કીને હાલમાં જ મોડી રાતના એક મિત્રની પાર્ટીમાં સાથે જતા જોવા મળ્યા હતા. કેટરિના સફેદ ડ્રેસ અને વિક્કી બ્લેક ડ્રેસમાં હતો. તેમની સાથેની તસવીર સોશિયલ મીડિયા પર લીક થઇ હતી. આ પહેલાં પણ આ જોડી ડાયરેકટર અલી અબ્બાસ જફરની બર્થ ડે પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમૃતા સિંહ સાથેના તલાક વિશે 16 વર્ષ પછી બોલ્યો સૈફ અલી ખાન, કહ્યું કે...


વિક્કીની પોપ્યુલારીટી દિવસેને દિવસે વધતી જાય છે. તાજેતરમાં જ કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં કેટરિના કૈફે જણાવ્યું હતું કે તે વિક્કી કૌશલ સાથે કામ કરવા માગે છે. વિક્કીને જ્યારે શો દરમિયાન આ વાતની ખબર પડી ત્યારે તે ખુશીથી સોફામાં આળોટવા લાગ્યો હતો. હવે  તાજેતરમાં જ આયોજિત સ્ટાર સ્ક્રીન અવોર્ડ ફંક્શનમાં કેટરિના અને વિક્કી આમને-સામને આવી ગયા. આ દરમિયાન વિક્કી તેની સાથે મસ્તી કરતો જોવા મળ્યો. તેણે મજાકમાં જ કેટરિનાને લગ્ન માટે પ્રપોઝ પણ કરી દીધું હતું. વિક્કી આ પ્રપોઝ કર્યું ત્યારે સલમાન ખાન સામે જ બેઠો હતો. હવે રિપોર્ટ પરથી લાગે છે કે વિક્કી આ મામલે ગંભીર છે. કેટરિનાએ ‘કોફી વિથ કરણ’માં કહ્યું હતું કે તેની જોડી વિકી કૌશલ સાથે ખૂબ જ સારી દેખાશે.


Malang : જાહેર થયું નવું ગીત, દિશાએ બિકીની પહેરીને આદિત્ય સાથે કર્યો રોમેન્સ


સલમાન ખાન અને કેટરિના કૈફ એક  સમયે એકબીજાની ઘણી નજીક હતા પરંતુ પછીથી બન્નેના માર્ગ બદલાઇ ગયા હતા. કેટરિના રણબીર કપૂર સાથે છ વરસ સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહી હતી પણ પછી કેટરિના અને રણબીર છૂટા પડી ગયા. હાલમાં કેટરિના અને સલમાન બહુ સારા મિત્રો છે પણ સલમાનના જીવનમાં પ્રેમિકાનું સ્થાન યુલિયાએ લઈ લીધું છે. આ સંજોગોમાં હવે કેટરિનાએ વિક્કી કૌશલ પર નજર ઠેરવી હોય એમ લાગે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...