Tara Sutaria બનશે કરીના કપૂર ખાનની ભાભી? સોય ઝાટકીને કર્યો ખુલાસો
તારા સુતરિયા અને કપૂરપરિવારના દીકરા વચ્ચેની મિત્રતા ચર્ચાના ચકડોળે ચડી છે
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતરિયા પોતાની ફિલ્મો કરતા વધારે પોતાના લિંકઅપને કારણે ચર્ચામાં છે. તારા હાલમાં કરીના કપૂર ખાનના કઝિન ભાઈ આદર જૈન સાતે રિલેશનશીપમાં છે. હાલમાં તારા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની દિવાળી પાર્ટીમાં આદર જૈન (Aadar Jain) સાથે સમય પસાર કરતા જોવા મળી હતી. આ બંને મલાઇકા અરોરા (Malaika Arora)ના જન્મદિવસમાં પણ સાથે જોવા મળ્યા હતા. તારા અન આદર અનેક જગ્યાએ એકસાથે જોવા મળ્યા પછી તેમના સંબંધોની ચર્ચા આગની જેમ ફેલાવા લાગી છે અને માનવામાં આવ્યું છે કે તારા બહુ જલ્દી કપૂરપરિવારની વહુ બનીને કરીનાની ભાભી બની જશે. જોકે હાલમાં તારાએ પોતાની લવલાઇફ વિશે મોટો ખુલાસો કર્યો છે.
મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે તારાને આદર સાથે બહાર જવાનું અને તેની સાથે સમય પસાર કરવાનું બહુ ગમે છે. આ બંનેને ખાવાપીવાનો બહુ શોખ છે અને એટલે બંને અનેકવાર રેસ્ટોરાંની બહાર સાથે જોવા મળ્યા છે. તેમની મુલાકાત ગઈ દિવાળીએ થઈ હતી અને ત્યારથી તેમની વચ્ચે સારી મિત્રતા છે. થોડા સમય પહેલાં તારાનું નામ મરજાવાંના એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડાયું હતું. એ સમયે તારાએ સ્પષ્ટતા કરી હતી કે તેનું નામ સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) સાથે સ્ટુડન્ટ ઓફ ધ યર (Student Of The Year 2) પહેલાં જોડાયું હતું. જોકે સિદ્ધાર્થ પણ આ વાતથી બહુ નારાજ થયો હતો.
તારા બહુ જલ્દી સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને રિતેશ દેશમુખ (Riteish Deshmukh ) સાથે મરજાવાં (Marjaavaan)માં જોવા મળશે. તારાએ આ વર્ષે જ કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 (Student Of The Year 2)થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી છે. આ ફિલ્મમાં તારા સાથે ટાઇગર શ્રોફ (Tiger Shroff) અને અનન્યા પાંડે (Ananya Panday) પણ જોવા મળ્યા હતા.