`અર્જુન રેડ્ડી` પછી હવે સાઉથમાંથી થશે બીજો ધમાકો, કરણ જોહરે કર્યું એલાન
હાલમાં આ ફિલ્મ રિલીઝ પહેલાં જ ચર્ચામાં છે અને બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહરે હિન્દી રિમેકની જાહેરાત કરી છે
નવી દિલ્હી : બોલિવૂડમાં સાઉથની ફિલ્મોની રિમેક બનવાનો નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. હાલમાં સાઉથની અર્જુન રેડ્ડીની રિમેક કબીર સિંહે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી. હવે અર્જુન રેડ્ડીના સ્ટાર વિજય દેવરકોંડાની ડિયર કોમરેડ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ રિલીઝ પહેલાં જ ચર્ચામાં છે કારણ કે બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહરે રિલીઝ પહેલાં જ આ ફિલ્મની હિન્દી રિમેક બનાવવાની જાહેરાત કરી દીધી છે.
કરણ જોહરે વિજય દેવરકોંડાની આગામી તેલુગુ ફિલ્મ ડિયર કોમરેડના સ્પેશિયલ સ્ક્રિનિંગ પછી ટ્વિટર પર એા બહુ વખાણ કર્યા તેમજ એને સશક્ત લવસ્ટોરી ગણાવી. કરણે પોસ્ટમાં એક્ટર વિજય અને રશ્મિકા મંદાનાની એક્ટિંગના પણ બહુ વખાણ કર્યા છે.
PMને કાગળ લખવાના મામલે નુસરતનો મહત્વનો નિર્ણય, કહ્યું કે...
સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અર્જુન રેડ્ડી સાથે ધમાલ મચાવી દેનાર એક્ટર વિજય દેવરકોંડા સતત ચર્ચામાં છે. દક્ષિણ ભારતમાં વિજયની લોકપ્રિયતા જોઈને ડિયર કોમરેડ 26 જુલાઈના દિવસે તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે.