પ્રિયંકા અને નિક જોનાસ US મેગેઝિન પર કરશે કેસ, છાપી હતી છૂટાછેડાની કવર સ્ટોરી
પોતાના શાહી લગ્નને લઈને ચર્ચામાં રહેલી પ્રિયંકા વિશે ખબર આવી કે, તે નિક જોનાસ સાથે છૂટાછેડા લેવા જઈ રહી છે.
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપડા કોઈપણ શંકા વિના દેશનું ગૌરવ છે. પ્રિયંકાએ પોતાની ટેલેન્ટના દમ પર બોલીવુડ જ નહીં હોલીવુડમાં પણ પોતાનું એક સ્થાન બનાવ્યું છે. ગત વર્ષે પોતાના શાહી લગ્નને લઈને ચર્ચામાં રહેલી પ્રિયંકા વિશે સમાચાર આવ્યા હતા કે તે નિક જોનાસ સાથે છૂટાછેડા લેવા જઈ રહી છે. એક યૂએસ બેસ્ડ મેગેઝિને આ દાવો કરતા કવર સ્ટોરી છાપી હતી. આ સમાચાર બાદ દરેક જગ્યાએ પ્રિયંકા-નિકના સંબંધની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આ વચ્ચે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે પ્રિયંકા અને નિક હવે આ મેગેઝિન પર કેસ કરવાનું મન બનાવી લીધું છે.
એક સોર્સનું કહેવું છે કે, આવા સમાચારો માત્ર પોતાની કોપી વેચવા માટે રચવામાં આવી રહ્યાં છે. પ્રિયંકા અને નિક પોતાના લગ્ન જીવનથી ખુબ ખુશ છે પરંતુ તેઓ લોકોની આવી પ્રતિક્રિયાથી દુખી છે કારણ કે, જ્યારથી તેના લગ્ન થયા છે, આવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. પ્રિયંકા-નિકનું માનવું છે કે, જો આ એપ્રિલ ફુલ કે પ્રેન્ક હતું તો આ ખરેખર ખરાબ છે.
આ મેગેઝિનમાં છપાયેલા સમાચારમાં લખવામાં આવ્યું હતું કે નિક પોતાની પત્ની પ્રિયંકાના નખરાને કારણે પરેશાન થઈ ગયો છે. પ્રિયંકા તેની સાથે દરેક વાતમાં ઝગડો કરે છે. તે ભલે ઉંમરમાં નિકથી મોટી હોય પરંતુ તે એક 21 વર્ષની યુવતી જેવું વર્તન કરે છે. નિક તેની આવી હરકતોથી પરેશાન થઈ ગયો છે અને આ કારણે બંન્નેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.
પ્રિયંકા સાથે જોડાયેલા એક સોર્સે એક ડોટકોમ સાથે વાત કરતા જણાવ્યું કે, પ્રિયંકા જ્યારે વિચારી લે છે તો તે કરીને રહે છે. હવે તે પોતાની લીગલ ટીમ સાથે આ વિશે વાત કરી રહી છે અને આ પ્રકારની અફવાઓ ફેલવનાને પાઠ ભણાવશે. મહત્વનું છે કે, જ્યારે આ સમારાર આવ્યા હતા ત્યારે પ્રિયંકા પોતાના પતિ નિકની સાથે મિયામીમાં રજાઓ માણી રહી હતી.