કેવી છે Student of the Year 2? જોવા જતા પહેલાં જાણી જ લો કરીને એક ક્લિક...
ટાઇગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડેની મચઅવેટેડ ફિલ્મ `સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2` આજે રિલીઝ થઈ ગઈ છે. જ્યારથી આ ફિલ્મ બનાવવાની શરૂઆત થઈ હતી ત્યારથી ફિલ્મને લઇને લોકોમાં આતુરતા હતી. આ ટ્રેલરમાં જોવા મળતી કહાણી ટાઇગર શ્રોફ બાદ પોતાને પ્રૂવ કરવા અને સ્ટૂડન્ટ ઓફ ધ ઇયરનો ખિતાબ જીતવાની જંગની આસપાસ ફરે છે.
મુંબઈ : ટાઇગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડેની મચઅવેટેડ ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2' આજે રિલીઝ થઈ ગઈ છે. જ્યારથી આ ફિલ્મ બનાવવાની શરૂઆત થઈ હતી ત્યારથી ફિલ્મને લઇને લોકોમાં આતુરતા હતી. આ ટ્રેલરમાં જોવા મળતી કહાણી ટાઇગર શ્રોફ બાદ પોતાને પ્રૂવ કરવા અને સ્ટૂડન્ટ ઓફ ધ ઇયરનો ખિતાબ જીતવાની જંગની આસપાસ ફરે છે. ફિલ્મની બંને અભિનેત્રી તારા સુતરિયા અને અનન્યા પાંડે એક્ટિંગથી માંડીને લુક્સ સુધી દરેક મામલે એકબીજાને ટક્કર આપી રહ્યા છે. આ ફિલ્મ 2012માં રિલીઝ થયેલી આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ડેબ્યૂ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ ઇયર'ની સિક્વલ છે. આ ફિલ્મના ડિરેક્ટર પુનિત મલ્હોત્રા છે. આ ફિલ્મને કરણ જોહરના બેનર ધર્મા પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
ફિલ્મ : સ્ટુડન્ટ ઓફ ધ યર 2
કલાકાર : ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે, તારા સુતરિયા, આદિત્ય સિલ
ડિરેક્ટર : પુનિત મલ્હોત્રા
ક્રિટીક રેટિંગ : 3/5
શું છે વાર્તા?
ફિલ્મમાં રોહન (ટાઇગર શ્રોફ) વિદ્યાર્થી, એથલેટ અને કબડ્ડી ખેલાડી છે. તે પિશોરીલાલ ચમનદાસ કોલેજમાં ભણતો હોય છે પણ પોતાની ચાઇલ્ડહુડ સ્વીટહાર્ડ મિયા (તારા સુતરિયા)ની સાથે રહેવા માટે સેન્ટ ટેરેસા કોલેજમાં સ્પોર્ટસ સ્કોલરશિપમાં એડમિશન લઈ લે છે. જોકે આ નવી કોલેજમાં તેની કોલેજ ટ્રસ્ટીના દીકરા માનવ(આદિત્ય સીલ) સાથે ચણભણ થાય છે અને આદિત્યની બગડેલી બહેન શ્રેયા (અનન્યા પાંડે) રોહનના પ્રેમમાં પડી જાય છે. જોકે પછી પરિસ્થિતિ એવો વળાંક લે છે કે રોહનને સેન્ટ ટેરેસામાંથી કાઢી મુકવામાં આવે છે અને તે ફરીથી પિશોરીલાલ કોલેજમાં એડમિશન લઈ લે છે. અપમાનથી ઘવાયેલો રોહન માનવને સ્ટુડન્ટ ઓફ ધ યર ટ્રોફી જીતી લેવા માટે ચેલેન્જ આપે છે અને પછી શરૂ થાય છે આ ટ્રોફી જીતવા માટેની લડાઈ.
કસૌટી ઝિંદગી કી 2 માટે નવા મિસ્ટર બજાજ લગભગ ફાઇનલ, નામ જાણવા કરો ક્લિક...
ક્રિટીકના રેટિંગ
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આ ફિલ્મ વિશે રિવ્યુ કરતા લખ્યું છે કે આખી ફિલ્મનો ભાર ટાઇગર શ્રોફના ખભા પર નાખી દેવામાં આવ્યો છે અને તે આ જવાબદારી ઉઠાવવામાં ઘણા અંશે સફળ પણ સાબિત થયો છે. DNAમાં રિવ્યું કરતા જણાવાયું છે કે ફિલ્મમાં તારા સ્વાર્થી છોકરીના રોલમાં ઠીકઠાક લાગે છે. અનન્યા થોડી વધારે સારી લાગે છે પણ તે બહુ આંખો નચાવે છે. ફિલ્મમાં તેમના પાત્રોમાં જ કોઈ દમ નથી. આદિત્ય સિલ વિલન તરીકે કાઠું કાઢી શકે છે પણ તેના ચહેરા પરની ભાવશુન્યતા એક્ટિંગને બીબાંઢાળ બનાવી નાખે છે.