મુંબઈ : બોલિવૂડ ડિરેક્ટર ઇન્દ્રકુમારે ડબલ ધમાલ પછી ટોટલ ધમાલ બનાવવાનો નિર્ણય લઈને મોટું જોખમ લીધું છે અને ફિલ્મનો પ્રારંભિક રિવ્યુ જાણીને લાગ્યું છે કે તેમને આ જોખમ ફળ્યું છે. આ ફિલ્મમાં અજય દેવગન, માધુરી દીક્ષિત અને અનિલ કપૂર જેવા સ્ટાર્સ કામ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મની શરૂઆત અજય દેવગન અને સંજય મિશ્રા સાથે શરૂ થાય છે. આ એડવેન્ચર કોમેડી ફિલ્મની સ્ટોરી ‘ગુડ્ડુ’ (અજય દેવગણ), ‘પિન્ટુ’ (મનોજ પાહવા) અને ‘જોની’ (સંજય મિશ્રા)ની આસપાસ ફરે છે. અચાનક એક દિવસ પિન્ટુના હાથમાં કરોડો રૂપિયોનો ખજાનો લાગે છે, ગુડ્ડુ અને જોની દગો આપીને પિન્ટુ આ ખજાનાને ક્યાંક છુપાવી દે છે. ગુડ્ડુ અને જોની એક દિવસ પિન્ટુને શોધી કાઢે છે પરંતુ આ છુપાવીને રાખેલા ખજાનાની જાણકારી અવિનાશ (અનિલ કપૂર) અને બિંદુ (માધુરી દિક્ષીત નેને), લલ્લન (રિતેશ દેશમુખ), ઝિંગુર (પિતોબશ ત્રિપાઠી) ઉપરાંત આદિત્ય (અરશદ વારસી) અને માનવ (જાવેદ જાફરી)ને મળી જાય છે અને બધાનો ટાર્ગેટ આ ખજાનો મેળવવાનો હોય છે. 


VIDEO : શું છે શોલેની 'નકલી બસંતી'ની અસલી હકીકત, જુઓ ZEE5 પર 'ધ શોલે ગર્લ'


આ ફિલ્મની એક્ટિંગની વાત કરીએ તો અનિલ -માધુરીની સતત લડતા પતિ-પત્નીની એક્ટિંગ લોકોને બહુ  હસાવે છે. આ સિવાય અરશદ-જાવેદની જોડી પણ લોકોને પસંદ પડી રહી છે. અજય દેવગન, સંજય મિશ્રા પણ રિતેશ દેશમુખ પણ પડદા પર સારી એક્ટિંગ કરી લે છે. સોનાક્ષી સિન્હા પર શૂટ કરાયેલું સુભાષ ઘાઈની સુપરહીટ ફિલ્મ ‘કર્ઝ’નું ‘પૈસા યે પૈસા’ સોન્ગનું રિમિક્સ સારી રીતે શૂટ કરાયું છે. આમ, જો તમને કોમેડી ફિલ્મો પસંદ હોય તો ટોટલ ધમાલ જોવા જેવી છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...