નવી દિલ્લીઃ રિયા ચક્રવર્તી એક એવું નામ જે આજે પણ સુશાંતના ફેન્સ સાંભળે તો ગુસ્સાથી તેમના ચહેરાના ભાવ બદલાઈ જાય..આ અભિનેત્રીની ફિલ્મો ભલે ચર્ચામાં ન રહી હોય પરંતું તેનું અંગત જીવન થોડાક મહિનાઓ પહેલા દરરોજ સોશિયલ મીડિયાથી લઈ ઈલેકટ્રોનિક મીડિયાની ખબરોમાં ટોપ પર રહ્યુ. સુશાંતસિંહ રાજપૂતના આપઘાત બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર એક પછી એક આરોપો લાગ્યા અને જે બાદ રિયા ચક્રવર્તીની જિદગી બદલાઈ ગઈ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવુડ અભિનેત્રી અને મોડલ રિયા ચક્રવર્તીનો આજે જન્મદિવસ છે, સામાન્ય રીતે કોઈ સેલિબ્રેટીનો જન્મદિવસ હોય તો તે તેના પરિવાર કે મિત્રો સાથે પાર્ટી મનાવે કે પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરશે પરંતું અભિનેત્રી રિયા ચક્રવર્તી માટેનો આ જન્મદિવસ અન્ય ફિલ્મી સિતારાઓ જેટલો સરળ નથી. એકસમય એવો જ્યારે રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયામાં હોટ ફોટો શેર કરતી હતી તો ફેન્સ પણ વખાણ કરવામાં પાછળ નહોંતા પડતા પરંતું સુશાંતના મોત બાદ રિયાએ સતત ટ્રોલિંગથી સોશિયલ મીડિયાથી દૂરી કરી દીધી.

રિયા અને સુશાંત વચ્ચે હતો અનહદ પ્રેમ:
સુશાંતસિંહ રાજપૂતે ગત વર્ષે આપઘાત કરતા ન માત્ર ફેન્સ પરંતું આખા દેશના લોકોને ચોંકાવી દીધા હતા. સુશાંત પહેલા રિયા ચક્રવર્તી સાથે રિલેશનશીપમાં હતો. સુશાંત અને રિયાની લવસ્ટોરી કઈક અલગ જ હતી. બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. સુશાંત અને રિયાની મુલાકાત વર્ષ 2013માં થઈ હતી. દિવંગત અભિનેતા સુશાંત ત્યારે 'શુદ્ધ દેશી રોમાન્સ' ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા, તો તે સમયે રિયા ચક્રવર્તી 'અપને ડેડ કી મારુતિ' ફિલ્મમાં કામ કરી રહી હતી. આ બંને ફિલ્મોના સેટ આસપાસ હતા. તે દરમિયાન રિયા ચક્રવર્તી અને સુશાંત વચ્ચે પહેલી મુલાકાત થઈ. ત્યારબાદ સુશાંત અને રિયા ચક્રવર્તી પાર્ટીઓમાં સાથે જોવા મળતા હતા. બંને વચ્ચે ખૂબ સારી મિત્રતા થઈ ગઈ. રિયા ચક્રવર્તી અને સુશાંત બંને એકબીજાની નજીક આવ્યા. રિયા ચક્રવર્તીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું- સુશાંત ત્યારે પહેલેથી રિલેશનશીપમાં હતો. સુશાંત સતત રિયા ચક્રવર્તીના સંપર્કમાં હતો. રિયા અને સુશાંતે વર્ષ 2017-18માં સુશાંત અને રિયા બંને રિલેશનમાં આવ્યા.

મધ્યમવર્ગીય પરિવારની રિયાની જિંદગી બદલાઈ:
રિયા ચક્રવર્તીનો જન્મ 1 જૂલાઈ 1992 બેંગ્લુરુમાં થયો હતો. રિયાએ પોતાની કારકિર્દીની શરૂઆત રિયાલિટી શોઝથી કરી. રિયા પહેલીવાર વર્ષ 2009માં TVS સ્કૂટી માં નજર આવી હતી. ત્યારબાદ રિયા ચક્રવર્તીએ ફિલ્મ 'બેન્ડ બાજા બારાત' માટે ઓડિશન આપ્યું હતું પરંતું રિયા ચક્રવર્તી રિજેકટ થઈ ગઈ.


Himesh Reshammiya ને કેમ લાફો મારવા માંગતા હતા Asha Bhonsle, જાણો એવું તો શું થયું હતું

ફિલ્મોમાં ન મળી સફળતા:
'બેન્ડ બાજા બારાત' ફિલ્મમાં અનુષ્કા શર્મા અને રણવીર સિંહ સાથે જોવા મળ્યા હતા. રિયા ચક્રવર્તી અભિનેતા આયુષમાન ખુરાના જોડે મ્યુઝિક આલ્બમ 'ઓએ હિરીયે' માં કામ કર્યુ હતું.  રિયા ચક્રવર્તીએ ફિલ્મ 'મેરે ડેડ કી મારુતિ' ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2012માં રિયા ચક્રવર્તીએ તેલુગુ ફિલ્મમાં કામ કર્યુ હતું.


સુશાંતના આપઘાત બાદ લાગ્યા ગંભીર આરોપ:
રિયા ચક્રવર્તીએ હિન્દી ફિલ્મ 'સોનાલી કેબલ' અને 'જલેબી'માં કામ કર્યુ હતું. જલેબી ફિલ્મના ગીતો હિટ રહ્યા હતા. રિયા ચક્રવર્તી ખૂબ દેખાવડી હોવાથી તેની ફેન ફોલોઈંગ રહી. સુશાંત સાથેના સંબંધને લઈ પણ રિયા ચક્રવર્તી ખૂબ ચર્ચામાં રહી. સોશિયલ મીડિયામાં બંનેના રોમેન્ટિક પોઝ સાથેના ફોટા જોવા મળતા હતા. સુશાંતના આપઘાત બાદ રિયા પર તેને આત્મહત્યા કરવા માટે ઉપસાવવાના અને ડ્રગ આપવાના ગંભીર આરોપ લાગ્યા. આ સમયગાળામાં મીડિયા અને સોશિયલ મીડિયામાં રિયા ચક્રવર્તી સતત ચર્ચામાં રહી. રિયા ચક્રવર્તી સતત ટ્રોલિંગનો ભોગ બની. હવે લાંબા સમયબાદ રિયા ચક્રવર્તી બેક ટુ નોર્મલ થઈ રહી છે અને સોશિયલ મીડિયામાં ફોટા શેર કરી રહી છે, હજી પણ રિયા ચક્રવર્તી અને તેના પરિવારને ટ્રોલ કરવામાં આવે છે.


Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!


Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube