નવી દિલ્હી: અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ના ભાઇ શોવિક ચક્રવર્તી (Showik Chakraborty)ને બુધવારે મુંબઇની એક વિશેષ કોર્ટે જામીન આપ્યા છે. શોવિક ચક્રવર્તી (Showik Chakraborty)ને સપ્ટેમ્બરમાં ડ્રગ્સ સંબંધિત કેસમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મોતની તપાસ સાથે જોડવામાં આવ્યો હતો. તેમની બહેન રિયાને પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ઓક્ટોબરમાં તેમને જામીન મળી ગયા, જ્યારે તેમની અરજી નકારી કાઢવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતને 14 જૂનના રોજ મુંબઇમાં તેમના ઘરે ફાંસી લટકેલા મળી આવ્યા હતા. ત્યારબાદથી તેમની મોત પર સતત ઘણા તથ્યો સામે આવ્યા અને લોકોએ તેને આત્મહત્યા નહી પરંતુ હત્યા હોવાની શંકા વ્યક્ત કરી હતી. 


શોવિક ચક્રવર્તી (Showik Chakraborty)એ ગત વખતે નવેમ્બરમાં વિશેષ કોર્ટમાંથી જામીન માંગ્યા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા ધરપકડ બાદ જામીન લેવા માટે આ તેમનો ત્રીજો પ્રયત્ન હતો. સ્પેશિયલ કોર્ટ સાથે જ બોમ્બે હાઇકોર્ટે તેમની જામીન અરજીને નકારી કાઢી હતી. 


સુશાંતના મોત સાથે સંકળાયેલા ડ્રગ એંગલની તપાસ એનસીબી કરી રહી છે. ઇડી બાદ પોતાની તપાસ શરૂ કરી, જે અભિનેતાની મોતના મામલે મની લોડ્રીંગના આરોપની તપાસ કરી રહી હતી, કેટલીક સોશિયલ મીડિયા ચેટ્સને રિયા ચક્રવર્તીના મોબાઇલ ફોનમાંથી પુનર્પ્રાપ્ત કરવામાં આવી જે પ્રતિબંધિત દવાઓના કથિત ઉપયોગ તરફ ઇશારો કરે છે. 


7 ઓક્ટોબરના રોજ રિયાને મળ્યા હતા જામીન
તમને જણાવી દઇએ કે રિયા ચક્રવર્તીને ડ્રગ કેસમાં 8 સ્પટેમ્બરના રોજ અરેસ્ટ થઇ હતી. 7 ઓક્ટોબરના રોજ રિયાને જામીન મળી ગયા હતા. રિયાને 28 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. આ દરમિયાન તેમના વકીલ તેમને મળવા જતા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube