Rhea Chakraborty એ 8 મહિના બાદ સોશિયલ મીડિયા પર કરી વાપસી, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર
રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) એ લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ આ તેની પ્રથમ પોસ્ટ છે.
નવી દિલ્હીઃ લાંબા સમયથી મૌન રહેલી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) એ આઠ મહિના બાદ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે. રિયા ચક્રવર્તીની પોસ્ટ સામે આવતા વાયરલ થઈ ગઈ છે. બોલીવુડમાં રિયાની આ પોસ્ટની ચર્ચા થઈ રહી છે. રિયાની આ પોસ્ટ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) માટે નહીં, પરંતુ ખાસ તેના માતા માટે છે.
લોકોને પસંદ આવી રહી છે પોસ્ટ
પોસ્ટ સામે આવ્યાના થોડા સમયની અંદર 1 લાખથી વધુ લોકોએ લાઇક કરી છે. રિયા (Rhea Chakraborty) ના ફેન્સ આ પોસ્ટ પર કમેન્ટ કરી રહી છે, જેમાં તે પોતાના માતાનો હાથ પકડીને જોવા મળી રહી છે. આ ફોટોને શેર કરવાની સાથે રિયા ચક્રલર્તીએ બધી મહિલાઓને મહિલા દિવસની શુભકામનાઓ આપી છે. રિયાએ કહ્યું, 'હેપ્પી વુમેન્સ ડે બધાને... માં અને હું... હંમેશા માટે સાથ... મારી તાકાત, મારો વિશ્વાસ અને મારૂ ધૈર્ય... મારી માં.'
કરીનાએ આખરે બીજા પુત્ર PHOTO શેર કરી દીધો, લખ્યો આ ખાસ મેસેજ
આ રીતે ચર્ચામાં આવી હતી રિયા
રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધન બાદ ચર્ચામાં આવી હતી. સુશાંતના પરિવારે તેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને આ કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્રણ દિવસ પહેલા જ સીબીઆઈએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. મહત્વનું છે કે રિયા ઘણા મહિના સુધી મીડિયાથી બચતી રહી, પરંતુ હવે તે જીમ જતા સ્પોટ થાય છે. રિયા, રાજીવ રામની પાર્ટીમાં પણ જોવા મળી હતી. જેના ફોટો પણ વાયરલ થયા હતા. રિયાના વર્કફ્રંટની વાત કરીએ તો કહેવામાં આવી રહ્યું છે કે તે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમીની સાથે કમબેક કરવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube