નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) મોત બાદ રિયા ચક્રવર્તી ઘણી વિવાદોમાં રહી હતી. રિયા (Rhea Chakraborty) સામે સુશાંતના મોતને લઇને કેસ પણ નોંધવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ મામલે રિયાને (Rhea Chakraborty Jail) જેલ પણ જવું પડ્યું હતું. પરંતુ હવે તેનું જીવન નોર્મલ થતું જોવા મળી રહ્યું છે. રિયા હાલમાં પિતા ઇન્દ્રજીત અને ભાઈ શોવિક (Showik Chakraborty) સાથે એરપોર્ટની બહાર જોવા મળી હતી.


એરપોર્ટ બહાર જોવા મળી રિયા
સુશાંતના મોત બાદ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ઘણા સમયથી લાઇમલાઇટથી દૂર રહીં. ધીરે ધીરે તે કેટલીક જગ્યાઓ પર સ્પોટ થતી જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા જીમ અને હવે રિયા પિતા અને ભાઈ શોવિક ચક્રવર્તી (Showik Chakraborty) સાથે એરપોર્ટ બહાર જોવા મળી છે. રિયાએ તે દરમિયાન વ્હાઈટ જેટેક પહેર્યું હતું, જેના પર 'મેન અપ' એટલે કે 'મર્દ બનો' લખ્યું હતું. ત્યારે રિયાની આ તસવીર વાયરલ થઈ રહી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube