રિયા ચક્રવર્તી બની 2020ની મોસ્ટ Desirable Women, દીપિકા અને દિશાને છોડી પાછળ
ધ ટાઇમ્સે 50 મોસ્ટ ડિઝાયરેબલ વુમન 2020ના લિસ્ટમાં રિયાને સામેલ કરી છે. આ લિસ્ટમાં તે સેલેબ્સને સામેલ કરવામાં આવ્યા જે પાછલા વર્ષે કોઈને કોઈ કારણે ચર્ચામાં હતા. આ લિસ્ટના નામોની પસંદગી માટે ઓનલાઇન પોલમાં થયેલા વોટ્સ દ્વારા થઈ છે.
નવી દિલ્હીઃ રિયા ચક્રવર્તી માટે પાછલું વર્ષ ખુબ ખરાબ પસાર થયું હતું. અભિનેત્રા સુશાંત સિંહ રાજપૂતના મોત અને ત્યારબાદ ડ્રગ્સ કેસમાં તે જેલની હવા ખાઈ ચુકી છે. આ દરમિયાન તેનું બધુ ધ્યાન કેસમાં હતું અને રિયાના હાથમાંથી અનેક ફિલ્મો પણ જતી રહી હતી. હવે તેના માટે એક ખુશ ખબર આવી છે.
આ લિસ્ટમાં સામેલ થઈ રિયા
હકીકતમાં ધ ટાઇમ્સે 50 મોસ્ટ ડિઝાયરેબલ વુમન 2020ના લિસ્ટમાં રિયાને સામેલ કરી છે. આ લિસ્ટમાં તે સેલેબ્સને સામેલ કરવામાં આવ્યા જે પાછલા વર્ષે કોઈને કોઈ કારણે ચર્ચામાં હતા. આ લિસ્ટના નામોની પસંદગી માટે ઓનલાઇન પોલમાં થયેલા વોટ્સ દ્વારા થઈ છે.
રિયાના મળ્યા સારા સમાચાર
તમને જણાવી દઈએ કે આ લિસ્ટમાં રિયા ચક્રવર્તીનું નામ ટોપ પર છે. રિયાએ અનેક સેલિબ્રિટીને પછાડી આ લિસ્ટમાં ટોપમાં જગ્યા બનાવી છે. તેનું કારણ પાછલા વર્ષે રિયાનું સૌથી વધુ સમાચારોમાં રહેવું છે, પરંતુ હજુ કારણ સ્પષ્ટ નથી. સુશાંતના મોત બાદ જે રીતે રિયાને ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મીડિયામાં ખુબ ટ્રોલ કરવામાં આવી પરંતુ તે પોતાનો પક્ષ મજબૂતી સાથે રાખતી રહી છે. રિયાએ સ્વીકાર કર્યો હતો કે તે દિવંગત સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી.
આ પણ વાંચોઃ Anupamaa ને મરવા માટે છોડી ગયા ડો. અદ્વૈત? સોશિયલ મીડિયા પર 'શો'ને કહ્યું અલવિદા
દીપિકા પાદુકોણને પાછળ છોડી
રિયાએ આ લિસ્ટમાં દીપિકા પાદુકોણ અને દિશા પટનીને પણ પાછળ છોડી દીધા છે. મહત્વનું છે કે બીજા નંબર પર એડલિન કૈસ્ટેલિનો (મિસ યુનિવર્સ 2020ની ત્રીજી રનર્સઅપ) છે, દિશા પટની નંબર 4, કિયારા અડવાણી નંબર 4 અને દીપિકા પાદુકોણ નંબર 5 પર છે. તો આ લિસ્ટમાં કેટરીના કેફ, જેકલીન ફર્નાન્ડિસ, અનપ્રિયા ગોએનકા, રૂહી સિંહ અને આવિત્રિ ચૌધરી, છ, સાત, આઠ, નવ અને દસમાં નંબરે છે.
હવે ચેહરેમાં જોવા મળશે
રિયાની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો સુશાંતના નિધન પહેલા તેણે ફિલ્મ 'ચેહરે' નું શૂટિંગ પૂરુ કર્યું હતું. જેમાં ઇમરાન હાશમી અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે તેને પોસ્ટપોન કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube